વલસાડ, તા.૧૮ 

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાથે ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્‍માતોના બનાવોમાં ઘટાડો નોંધાય તે હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વલસાડ અને ડાંગ જિલ્લામાં તા.૧૭/૮ થી તા.૧૫/૯/ દરમિયાન સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. આ સલામતી માસના ભાગરૂપે નાયબ નિયામક ડી.કે.વસાવા, મદદનીશ નિયામક કુ.જે.જે.ચૌહાણ, આર.બી.મકવાણા, એન.કે.પટેલ, વી.પી.પરડવા, ઓદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય અધિકારી ડી.એસ.ભુટકા, બાંધકામ નિરીક્ષક એચ.પી.રાઉત દ્વારા સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય બાબતે જિલ્લામાં આવેલા હેઝાર્ડસ કેમીકલ ધરાવતા એકમો જેવા કે, આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ, યુ.પી.એલ., વેલસ્‍પન ઇન્‍ડિયા લી., કોરોમન્‍ડલ ઇન્‍ટરનેશનલ લી. વગેરે ૩૩ જેટલા એકમોમાં મોકડ્રીલ કરવામાં આવ્‍યા હતા.