ભુજ-

બાગાયતી ખેતી કરો, ગામડાં સમૃધ્ધ બનાવો, યશસ્વી કારર્કિદી ઘડો અને તગડો નફો મેળો આચારેય પાયાના પ્રથમ અક્ષરથી બને છે “બાગાયત”. આ ચારેય પાયાની બાબતોને કચ્છના બાગાયતી ખેડૂતો સાર્થક કરી રહયા છે. વર્ષ ૨૦૧૯-૨૦ મુજબ કચ્છમાં ૧ લાખ ૪૩ હજાર હેકટરમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહયા છે. ૫૬ હજાર હેકટરમાં ફળઝાડ, ૧૪ હજાર હેકટરમાં શાકભાજી અને ૭૨ હજાર હેકટરમાં મસાલા પાક લઇ રહયા છે.

ગઢશીશા વિસ્તારના અને કેસર આંબાને પરદેશમાં ગુણવત્તાના મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનાર પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાની વાત કરીએ તો બાગાયત ખાતાની વિવિધ સહાયો અને ધરતીપુત્રો એવા ખેડૂતની કોઠાસૂઝ અને વેપારી બુધ્ધિથી તેમણે શરૂઆતમાં જે વાત લખી છે એ “બાગાયત” ને સાર્થક કરે છે. “બાગાયત” નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને રાજય સરકારની બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ટીસ્યુકલ્ચર છોડથી ખારેક ખેતી વધારો, પેકીંગ મટીરીયલ્સ, કો૯ડરૂમ વ્યવસ્થાની બે વાર, સબસીડીનો લાભ મેળવી ચૂકયા છે. હાલે ગઢશીશા વિસ્તારમાં મોટી મઉ ખાતે ૨૫૦ એકર જમીનમાં ડ્રીપ ઈરીગેશન, પેકહાઉસ, સ્ટોરેજની સહાયથી આ પ્રયોગશીલ ખેડૂત મસ્કતની માર્કેટમાં કચ્છની કેરી ખવડાવી રહયા છે.

હાલે કચ્છમાંથી આંબા, ખારેક, પપૈયા, સ્ટ્રોબરી, ડ્રેગનફુટ, પપૈયા વગેરેની મોટી માંગ છે. ત્યારે અન્ય બજારોમાં છે. “વસતી વધવાની છે જમીન નહીં આથી દરેક ખેડુતને હું અનેકોવાર મીટીંગો અને વ્યકિતગત રીતે પણ કહું છું. પાણી, હવા, વાતાવરણ, જમીનનો અને પાકનો કયાસ કાઢવો ઓછી મજુરી અને પાણી તેમજ ગુણવત્તાયુકત પાક પકવીને ચીલાચાલુ ખેતી પધ્ધતિ બદલી આધુનિક ખેતી કરવી વધુ ફાયદાકારક છે.”