22, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
3465 |
બે દાયકા પછી દિગ્દર્શક મહેશ માંજરેકર અને સંજય દત્ત વચ્ચે કોલબરેશન થશે
મહેશ માંજરેકર ૨૦૨૪ની મરાઠી ફિલ્મ 'જૂના ફર્નીચર'ની રીમેક બનાવી રહ્યા છે. ફિલ્મના મુખ્ય રોલ માટે તેમણે સંજય દત્તનો સંપર્ક કર્યો હોંવાનું જાણવા મળે છે. જોકે, આ કોન્ટ્રાક્ટ થાય તો આ જોડી બે દાયકા પછી ફરી સાથે કામ કરશે.
મહેશમાજંરેકરે મૂળ મરાઠી ફિલ્મ જૂના ફર્નિચરનું દિગ્દર્શન કરવાની સાથે મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મના વિષય અને અભિનય માટે મહેશ માંજરેકરની બહુ પ્રશંસા થઈ હતી. મહેશ માંજરેકર અને સંજય દત્ત અનેક ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. મહેશ માંજરેકરે બનાવેલી વાસ્તવ સંજય દત્તની કારકિર્દીની યાદગાર ફિલ્મ ગણાય છે. બન્નેએ છેલ્લે ૨૦૦૫માં લાઈફ હો તો ઐસી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.