24, ઓગ્સ્ટ 2020
દિલ્હી-
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે પહેલા જ જેઇઇ અને એનઈઈટીની પરીક્ષા લેવા માટે મંજૂરી આપી દીધી છે, હવે રાજ્યમાં કેવી રીતે પરીક્ષા રોકી શકીએ. પાછલા કેસોમાં તમારે અમારા આદેશ જોવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 17 ઓગસ્ટના રોજ કોર્ટે કોરોનાને ધ્યાનમાં રાખીને જેઇઇ અને નીટ ની પરીક્ષા મુલતવી રાખવા માટેની અરજીને ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોરોનાને લગતા તમામ સાવચેતી પગલાં પરીક્ષા માટે લેવામાં આવશે. આ ખાતરી બાદ કોર્ટે અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેચ એ પૂછ્યું હતું કે, 'શું દેશમાં બધું બંધ થવું જોઈએ. વિદ્યાર્થીઓના કિંમતી એક વર્ષ ને વ્યય થવા દઈએ' ?