મહાશિવરાત્રિનો દિવસ ખુબજ ખાસ હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. એમ તો શિવરાત્રિ દર મહિને આવતી હોય છે જો કે ફાગણ મહિનાની ચોદશેે આવનારી મહાશિવરાત્રિનું વિ્શેષ મહત્વ માનવામાં આવે છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિનાં મિલનની રાતનું પર્વ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ પ્રકારના કષ્ટ દુર થાય છે
પંચાગ પ્રમાણે મહાશિવરાત્રિનો દિવસ ખુબજ ખાસ હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. એમ તો શિવરાત્રિ દર મહિને આવતી હોય છે જો કે ફાગણ મહિનાની ચોદશેે આવનારી મહાશિવરાત્રિનું વિ્શેષ મહત્વ માનવામાં આવે છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિનાં મિલનની રાતનું પર્વ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ પ્રકારના કષ્ટ દુર થાય છે
મહાશિવરાત્રિ પૂજા સામગ્રી:
આ વખતે મહાશિવરાત્રિનું પાવન પર્વ 11 માર્ચનાં રોજ ઉજવવામાં આવશે. આ પાવન પર્વ પર શિવ સાથે પાર્વતી માતાની પૂજા પણ કરવામાં આવે છે. શિવરાત્રિનાં દિવસે રાતે પૂજા કરવી સૌથી ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ સામગ્રી સાથે કરવામાં આવે છે. પૂજા જેવા પુષ્પ, બિલિ પતર્, ધતુરા, બાંગ, જવ, બોર, કેરીના મોર, કાચુ દૂધ, મંદારનાં ફુલ, શેરડીનો રસ, દહી, ઘી, મધ, ગંગા જળ, ચોખ્ખુ પાણી, કપૂર, દૂપ, દિવડો,રૂ, ચંદન, પાંચ પ્રકારનાં ફળ, પાંચ મેવા, પાંચ રસ, ગંધ રોલી, અત્તર, મૌલીની જનોઈ સાતે જ શિવ અને પાર્વતિ માતાનાં શ્રૃંગારની વસ્તુઓ વસ્ત્રો, રત્ન, પાંચ પ્રકારનાં મિષ્ઠાન, દક્ષિણા , પૂજાનાં વાસણ અને બેસવા માટેનું આસન.
કેમ મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ?
મહાશિવરાત્રિ પર્વ મનાવવાને લઈને અનેક કથા પ્રચલિત છે. જેમાં સૌથી પ્રસિદ્ધ કથા પ્રમાણે શિવ અને પાર્વતિ માતાનાં મિલનની રાતનાં રૂપમાં મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ જ દિવસે પાર્વતિજીનાં વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા. એક માન્યતા પ્રમાણે આ જ દિવસે શિવજી 64 શિવલિંગનાં રૂપમાં સંસારમાં પ્રકટ થયા હતા, જેમાંથી લોકો એમના 12 શિવલિંગને જ શોધી શક્યા હતા જેને આપણે દ્રાદશ જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છે.
પૂજા મુહૂર્ત
મહાશિવરાત્રિ 11 માર્ચ ગુરૂવારનાં દિવસે છે. મહાશિવરાત્રિની પૂજાનો સૌથી શુભ સમય 12.06AMથી 12.55AM સુધી છે. મહાશિવરાત્રિની પૂજાનાં અન્ય શૂભ મુહૂર્ત- રાત્રિ પ્રથમ પ્રહર પૂજા 06.27PMથી 09.29PM, રાત્રીનાં દ્રિતિય પ્રહર પૂજા 09.29PM થી 12.31 AM (12 MARCH) રાત્રીનાં ત્રીજા પ્રહરની પૂજા 12 માર્ચ 12.31 AM થી 03.32AM. ચોથા પ્રહરની પૂજા03.32AM-06.34AM સુધી. ચતુર્દશી તિથિનો પ્રારંભ 11 માર્ચે 02.39PMથી શરૂ થશે અને સમાપ્તિ 12 માર્ચે 03.02pm થશે. 12 માર્ચના રોજ શિવરાત્રિ વ્રતનાં પારાયણનો સમય 06:34 AM થી 03:02 PM સુધી રહેશે.આ વખતે મહાશિવરાત્રિનું પાવન પર્વ 11 માર્ચનાં રોજ ઉજવવામાં આવશે. આ પાવન પર્વ પર શિવ સાથે પાર્વતી માતાની પૂજા પણ કરવામાં આવે છે. શિવરાત્રિનાં દિવસે રાતે પૂજા કરવી સૌથી ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ સામગ્રી સાથે કરવામાં આવે છે. પૂજા જેવા પુષ્પ, બિલિ પતર્, ધતુરા, બાંગ, જવ, બોર, કેરીના મોર, કાચુ દૂધ, મંદારનાં ફુલ, શેરડીનો રસ, દહી, ઘી, મધ, ગંગા જળ, ચોખ્ખુ પાણી, કપૂર, દૂપ, દિવડો,રૂ, ચંદન, પાંચ પ્રકારનાં ફળ, પાંચ મેવા, પાંચ રસ, ગંધ રોલી, અત્તર, મૌલીની જનોઈ સાતે જ શિવ અને પાર્વતિ માતાનાં શ્રૃંગારની વસ્તુઓ વસ્ત્રો, રત્ન, પાંચ પ્રકારનાં મિષ્ઠાન, દક્ષિણા , પૂજાનાં વાસણ અને બેસવા માટેનું આસન.
Loading ...