રણવીર સિંહની ફિલ્મનું શૂટિંગ ફરી મોકૂફ : પ્રશાંતની ફિલ્મ‘રક્ષા’ પહેલા શરૂ કરશે

ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્‌સનું માનીએ તો તેનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર આ ફિલ્મ પહેલા ‘રક્ષા’નું શૂટિંગ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ફરહાન આ દિવસોમાં ડોન ૩ના લોકેશનના સંબંધમાં લંડનમાં છે. રિપોર્ટ્‌સનું માનીએ તો ફરહાન આ વર્ષે અભિનેતા તરીકે પોતાની ફિલ્મ પૂરી કરશે.આ પછી જ તેઓ ડોન ૩ પર કામ શરૂ કરશે. ડોન ૩ આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. તેનો પહેલો ભાગ ૨૦૦૬માં રિલીઝ થયો હતો, જેમાં શાહરૂખ ખાન સાથે પ્રિયંકા ચોપરા, અર્જુન રામપાલ લીડ રોલમાં જાેવા મળ્યા હતા. આ પછી તેની સિક્વલ ૨૦૧૧માં આવી.દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. હવે, તેના ત્રીજા ભાગમાં, રણવીર સિંહને મુખ્ય અભિનેતા તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ટૂંક સમયમાં અજય દેવગન સ્ટારર સિંઘમ અગેઇનમાં જાેવા મળશે. રોહિત શેટ્ટીની પોલીસ બ્રહ્માંડની આ પાંચમી ફિલ્મ છે.

અજય અને રણવીર સિવાય તેમાં કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર પણ જાેવા મળશે. આ સિવાય તે પ્રશાંત વર્માની ફિલ્મ રક્ષામાં પણ જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution