આલિયાએ રણબીરની બાજુમાં જ બીજુ ઘર ખરીદ્યુ, ગૌરી ખાન 32 કરોડના ફ્લેટનું ઈન્ટિરિયર કરશે

મુંબઇ

આલિયા ભટ્ટે મુંબઈમાં બીજા ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો એક ફ્લેટ જુહૂમાં છે અને હવે તેણે બાન્દ્રામાં નવો ફ્લેટ લીધો છે. લંડનમાં પણ આલિયાનું એક ઘર છે. આલિયાએ જે નવો ફ્લેટ ખરીદ્યો છે, તે પ્રેમી રણબીર કપૂરની બિલ્ડિંગમાં જ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર બાન્દ્રાના વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં સાતમા માળે રહે છે. આલિયાએ આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો ફ્લેટ 2460 સ્કેવર ફૂટનો છે અને આ ફ્લેટની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ ક્રિષ્ના રાજ બંગલોની એકદમ નજીકમાં છે.

આલિયાના નવા ફ્લેટનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ગૌરી ખાન જ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રણબીરના ઘરનું ઈન્ટિરિયર પણ ગૌરી ખાને જ કર્યું હતું. ધનતેરસના દિવસે ભટ્ટ પરિવારે આ ઘરમાં નાનકડો હવન કર્યો હતો. આ હવનમાં રણબીર, અયાન મુખર્જી, કરન જોહર તથા પરિવારના સભ્યો સામેલ રહ્યાં હતાં.

આલિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યુ હતું કે તેણે પોતાનો પહેલો ફ્લેટ જુહૂમાં ખરીદ્યો હતો. આ ફ્લેટ તેણે 13.11 કરોડમાં લીધો હતો. રોકાણ અંગે આલિયાએ કહ્યું હતું કે તેને હજી પણ રોકાણમાં ખાસ ગતાગમ પડતી નથી. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી તે આ બધું શીખી રહી છે. તેણે જુહુમાં ઘર ખરીદ્યું તે તેની પહેલી પ્રોપર્ટી છે. તે FD, બોન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

આલિયાનું સપનું હતું કે લંડનમાં તેનું પોતાનું ઘર હોય. 2018માં તેનું આ સપનું સાકાર થયું હતું. તેણે લંડનમાં કોવેન્ટ ગાર્ડનમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. અહીંયા તેની બહેન શાહીન અવાર-નવાર રહેવા આવતી હોય છે.

આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં જોવા મળશે. આ ઉપરાંત તે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર', એસ એસ રાજમૌલિનીની 'RRR'માં કામ કરી રહી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution