દિવંગત અભિનેતા ઈરફાન ખાનને મળ્યા બે એવોર્ડ,ભાવુક થયો પુત્ર

મુંબઇ

29 એપ્રિલ 2020ના રોજ બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનું નિધન થયુ હતું. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ તેમના ફેન્સને ઘણો આઘાત લાગ્યો હતો. તાજેતરમાં ફિલ્મફેર અવોર્ડ્સ 2021માં દિવંગત અભિનેતાને યાદ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈરફાનનો મોટો દીકરો બબીલ ખાન આ સેરેમનીમાં પહોંચ્યો હતો અને તેણે પોતાના પિતાનો અવોર્ડ સ્વીકાર્યો હતો. આ દરમિયાન બબીલ ઘણો ઈમોશનલ થઈ ગયો હતો.


ફિલ્મફેરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બબીલનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બબીલ ખાને ટ્રોફી હાથમાં પકડી છે અને તે અત્યંત ભાવુક થઈ ગયો છે. તે અવોર્ડ ફંક્શનમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સેરેમનીમાં બબીલે ઈરફાન ખાન માટે બે અવોર્ડ સ્વીકાર્યા. ઈરફાન ખાનને તેમની ફિલ્મ અંગ્રેઝી મીડિયમ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. આ સિવાય તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ સેરેમનીને 11 એપ્રિલ રવિવારના રોજ કલર્ટ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિવાય ફિલ્મફેરના ફેસબુક પેજ પર પણ તે જોઈ શકાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution