પ્રોડ્યૂસર પ્રિટી ઝિન્ટાની વેબ સીરિઝમાં જોવા મળશે રિતિક રોશન

મુંબઇ

પ્રિટી ઝિન્ટા ડિઝની પ્લસ હોટસ્ટાર માટેની એક વેબ સીરિઝની સાથે પ્રોડ્યૂસર બની છે. આ સીરિઝને તે પ્રોડ્યૂસ કરશે તેમજ રાઇટરમાંથી ડિરેક્ટર બનનારા સંદીપ મોદી દ્વારા એને ડિરેક્ટ કરવામાં આવશે. સંદીપે આ પહેલાં 'નીરજા' અને વેબ સીરિઝ 'આર્યા'ના મેકિંગ દરમિયાન ડિરેક્ટર રામ માધવાનીની સાથે કામ કર્યું હતું. આ બંને એક્ટર્સ રિતિકના હોમ પ્રોડક્શનની 'કોઈ મિલ ગયા'માં સાથે જોવા મળ્યા હતા અને ત્યારથી તેમની વચ્ચે ફ્રેન્ડશિપ છે. 

એક સોર્સે જણાવ્યું હતું કે, 'પ્રિટીએ વિચાર્યું હતું કે, રિતિક આ સીરિઝમાં લીડ રોલ માટે પર્ફેક્ટ રહેશે. તે 'ધ નાઇટ મેનેજર'ના ઇન્ડિયન વર્ઝનને પ્રોડ્યૂસ કરી રહી છે. આ સીરિઝનાં લીડ કૅરૅક્ટરના અનેક લેયર્સ છે. રિતિકે આ સીરિઝ માટે તરત જ હા પાડી દીધી હતી.' 

દરમિયાનમાં રિતિકે આ મહામારીના કારણે અનેક મહિનાઓ સુધી ઘરે રહ્યા બાદ આખરે કામગીરી શરૂ કરી દીધી છે. આ એક્ટરે તેના પ્રોજેક્ટના સેટ પરથી એક નવી સેલ્ફીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી અને સ્વાભાવિક રીતે એ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ. એને થોડાં જ કલાકમાં દસ લાખથી વધારે લાઇક્સ મળી હતી. રિતિકે આ ફોટોગ્રાફને શૅર કરવાની સાથે માત્ર એટલું લખ્યું હતું કે, 'સેટ પર પાછો ફર્યો છું.'

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution