સ્માર્ટ સિટી (?)
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2022  |   1881

આ સામાન્ય ભુવો નથી. ૫રંતુ પાલિકામાં રોડ શાખાની રચના થઈ એ સમયે સ્થાપિત ઈજારદારોના કસબથી વર્ષોથી ખોદાતી આવેલી વધુ એક ગુપ્ત સુરંગ છે. જેનો બીજાે છેડો રોડ શાખાના ભ્રષ્ટ અધિકારીઓના ઘરની તિજાેરીઓ અને તેમના બેંક ખાતાઓમાં ખુલે છે. જાે કે આ સુરંગમાં ઉતરવા માટે સુરક્ષાના કોઈ સાધનો હજી સુધી નહીં શોધાયા હોવાથી આજ સુધી બિચારા લાચાર કોઈપણ શાસક પક્ષે એમાં ઉતરીને એ તિજાેરીઓ અને બેંક ખાતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો નથી. નિર્દોષ પ્રજાના જીવ કરતાં એમને પોતાનો જીવ વધુ વહાલો હોય એ સ્વાભાવિક છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution