અમદાવાદ-

ગુજરાતમાં આવનાર સંભવિત તૌકતે વાવઝોડાને ધ્યાનમાં રાખીને શનિવારે પશ્ચિમ રેલ્વે એ સાવચેતીના ભાગ રૂપે ૨૧ મે સુધી ૫૬ ટ્રેન રદ કરી હતી. કેટલીક ટ્રેનો 'શોર્ટ-ટર્મિનેટેડ' હતી, જેનો અર્થ છે કે અંતિમ સ્ટેશન પહેલાં તેમની યાત્રા સમાપ્ત થશે. બધી રદ થયેલી ટ્રેનો સૌરાષ્ટ્ર ક્ષેત્રના શહેરોમાંથી ઉપડે છે અથવા તેનુ તે શહેર અંતિંમ સ્ટેશન છે.

ડબલ્યુઆરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૫ મેના રોજ ૩, ૧૬ મેના રોજ ૧૧, ૧૭ મેના રોજ ૨૨, ૧૮ મેના રોજ ૧૩, ૧૯ ના રોજ ૫ અને ૨૦ અને ૨૧ મેના રોજ એક-એક ટ્રેન રદ કરવામાં આવી છે.આમાંથી મોટાભાગની ટ્રેનો ભુજ, પોરબંદર, ગાંધીધામ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વેરાવળ અને ઓખા જેવા શહેરોમાં સમાપ્ત થાય છે. ગૃહ મંત્રાલયની એડવાયઝરી મુજબ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેલવે અને માર્ગ સેવાઓને એલર્ટ પર રહેવા જણાવ્યું છે.