ડાંગના મહાલ ગામ અને કાલીબેલ માર્ગ પર કાદવની સફાઈ કરવામાં તંત્રની બેદરકારી
29, જુન 2020 396   |  

રાનકુવા, તા.૨૮ 

ડાંગ જિલ્લાના મહાલ ચિખલા ગામ થઈ કાલીબેલ નીકળતા માર્ગમાં ગત વર્ષ જામેલા કાદવના થર ની સફાઇ કામ કરવામાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું હોય માર્ગ પર પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે છતાં તંત્રની આ મામલે આંખ ખુલી નથી.

મહાલ કેમ્પસાઇટ ના જંગલોમાં થઈને ચિખલા,કાલીબેલ મેનમાર્ગ તરફ નીકળતાં માર્ગમાં ચાલતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે ત્રણ વર્ષ પૂર્વ બનાવવામાં આવેલ આ રસ્તો ગત વર્ષ પણ ચોમાસાના ઋતુ દરમિયાન વરસાદ અતિશય પડવાના કારણે શરૂઆતમાં જ રસ્તામાં ઝાડ ભેખડ ધસી પડવાથી રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો બાદમાં તંત્રને જાણ થતા તંત્રની આંખો ખુલી હતી અને સફાઈ ની કામગીરી હાથ ધરેલ છતાં પણ તંત્રની આળસ ના કારણે અધૂરું કામ રાખવા માં આવ્યું હતું હજુ પણ રસ્તામાં જામેલ ગત વર્ષના કાદવના સ્તરને સાફ કરવામાં આવેલ ન હોય અને રસ્તાના સાઈડમાં બદલાવવામાં આવેલ દિવાલ તથા લોખંડની ૫૦૦ મીટર જેટલી રેલિંગ હાલ તૂટી ગયેલ અને ભંગાર હાલતમાં નજરે પડી રહેલ છે છતાં તંત્ર દ્વારા આ રસ્તાનું મહત્વનું કામ હાથ ધરવામાં આવેલ નથી. હાલ લોકોને જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થવું પડી રહ્યું છે.

આભાર - નિહારીકા રવિયા 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution