આ એવરેસ્ટ માત્ર કચરાનો નથી - પણ, અઢી દાયકા દરમિયાન શાસક ભાજપાએ કરેલા બેફામ અને અક્ષમ્ય ભ્રષ્ટાચાર, શરમજનક ગેરરીતિઓ અને વિકાસ-સમાર્ટ સિટીના નામે પોતપોતાના ખિસ્સાઓ ભરી આર્થિક તગડા થવાના વૈયક્તિક પાપોનો સરવાળો છે. અલબત, વિપક્ષ તરીકે કોંગ્રેસે ખરેખર પ્રામાણિક પાઠ ભજવ્યો હોત તો આ એવરેસ્ટ આટલો ઊંચો થાત જ નહીં. ખેર! આજે તો એ વિપક્ષ તેનસિંગ-હિલેરીની અદામાં એ એવરેસ્ટની ટોચ પર ઊભા રહી પોતે આ પાપ માટે જવાબદાર નહીં હોવાનું પ્રમાણ આપી રહ્યો છે. સૌનો-સાથ-સૌનો વિકાસ વિના આ શક્ય છે? (તસવીર ઃ કેયુર ભાટીયા)