Insurance Policy નું સૌથી મોટું Scam !!જાણો આ Gang કેવી રીતે કરે છે Fraud ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2025 | 4158
પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે ઘણી એવી ગૅંગનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે, જે વીમાની રકમ પડાવી લેવા માટે વિવિધ પ્રકારની છેતરપિંડી કરતી હતી.
ચાલુ વર્ષના જાન્યુઆરીમાં શરૂ થયેલી તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ તપાસનું નેતૃત્વ કરી રહેલાં સંભલનાં અધિક પોલીસ અધીક્ષક (એસએસપી) અનુકૃતિ શર્મા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં આશા વર્કર, બૅંક સાથે સંકળાયેલા કર્મચારીઓ, વીમાના દાવાના તપાસ અધિકારી અને બીજા ઘણા સામેલ છે.
પોલીસનો દાવો છે કે વીમાની રકમ પડાવી લેવા માટે ગંભીર રીતે બીમાર લોકોનો વીમો ઉતરાવવામાં આવ્યો, મૃત્યુ પામેલા લોકોને દસ્તાવેજોમાં જીવિત કરવામાં આવ્યા અને હત્યા પણ કરવામાં આવી.
આ સ્કૅમ માટે આધાર ડેટામાં ફેરફાર કરવામાં આવ્યા અને લોકોની જાણ બહાર બૅંકોમાં તેમનાં ખાતાં ખોલાવવામાં આવ્યાં.