વર્ષ 2021-22નું અંદાજપત્ર આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જાન્યુઆરી 2021  |   990

ગાંધીનગર-

રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે, ત્યારે વર્ષ 2021-22નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના નાણાંપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 2021-22નું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે. અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર જે ચર્ચાઓ થઇ છે. જેમાં મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર 1 થી 2 કલાક સુધી વિગતવાર ચર્ચાઓ થઇ હતી.રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે, ત્યારે વર્ષ 2021-22નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના નાણાંપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા 2021-22નું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution