કોરોનાની ત્રીજી લહેર સામે આરોગ્યતંત્રની પૂર્વ તૈયારીઓની કલેક્ટરે સમીક્ષા કરી
02, જાન્યુઆરી 2022

વડોદરાતા.૧

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના અનુસંધાને જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લાવિકાસઅધિકારી ડો.રાજેન્દ્રપટેલે શહેર આરોગ્ય તંત્ર, જિલ્લા આરોગ્ય તંત્ર અને ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલની પૂર્વતૈયારીઓ અને સુસજ્જતાની સમીક્ષા કરી હતી. તથા તમામ તંત્રો અને સુવિધાઓ તેમજ જરૂરિયાતોને વણી લેતો અહેવાલ સંકલિત રીતે તૈયાર કરવા સૂચના આપી હતી. બંને અધિકારીઓ એસએસજી હોસ્પીટલ ખાતે બેઠક યોજીને પરિસ્થિતિ અને સજ્જતાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.

આબેઠકમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો.દેવેશપટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો.સુરેન્દ્રજૈન,સયાજીહોસ્પિટલના તબીબી અધિક્ષકડો.રંજનકૃષ્ણઐયર ગોત્રી હોસ્પિટલના તબીબી અધિક્ષકડો.વિશાલા, વિવિધ વિભાગોના વડાઓ,વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમઓ.બી. સહિત વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહીને પોતાના વિભાગોની સજ્જતાની રૂપરેખા આપી હતી. તેના અનુસંધાને વર્તમાનસ્થિતિ અને જરૂરિયાતોનો સંકલિત અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાંલ આવી હતી. વધુ જાણકારી આપતા ંમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્રજૈને જણાવ્યું કે , બેઠકમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડની સંખ્યા,કાર્યરત હાલત, ઉપલબ્ધ તબીબી સાધન અને ઉપકરણો, જરૂરિયાત સહિતની બાબતોનો સર્વગ્રાહી પરામર્શ કરવામાં આવ્યો હતો. વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે બેઠકમાં મેડિકલ તેમજ અન્ય સહાયક મેનપાવરની પરિસ્થિતિ અને જરૂરિયાત, મેડિકલ ઇકવિપમેન્ટ, લોજિસ્ટિક વિષયકજરૂરિયાતો, બાળકો સંક્રમિત થાયતો તેમની સારવાર માટેની વ્યવસ્થાઓ, સમરસ હોસ્ટેલ ખાતે સેટેલાઇટ હોસ્પિટલ માટેની સજ્જતા જેવી બાબતોનો પરામર્શ કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution