દિલ્હી-

કોરોનાને મહામારી જાહેરા કર્યાને લગભગ એક વર્ષ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આખરે માની લીધું છે કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. ઉૐર્ંના અનુસાર, વાઈરસ ખરાબ વેન્ટિલેશન અથવા ભીડવાળી બંધ જગ્યામાં પણ ફેલાઈ શકે છે, જ્યાં લોકો લાંબા સમય સુધી રહે છે, કેમ કે એરોસોલ હવામાં એક મીટરથી પણ વધારે દૂર સુધી જઈ શકે છે. હકીકતમાં કોરોના સાથે સંબંધિત સવાલોના જવાબ અપડેટ કર્યા છે. તેમાંથી આ સવાલનો જવાબ પણ સામેલ છે કે લોકોની વચ્ચે કોરોના કેવી રીતે ફેલાય છે? માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ કોરોનાથી બચવાની નવી ગાઈડલાઈન સામે આવી શકે છે. ઓર્ગેનાઈઝેશન અત્યાર સુધી એવું કહેતું હતું કે એ વાતના પૂરતા પુરાવા નથી કે કોરોના હવાથી પણ ફેલાય છે.

કોરોના કેવી રીતે ફેલાય છે? ચીનમાં ૨૦૧૯માં કોરોના ફેલાયા બાદથી આ સવાલ પર ઘણી ચર્ચા થઈ હતી. હકીકતમાં, આ ચર્ચાની પાછળ વૈજ્ઞાનિકોની વચ્ચે ડ્રોપલેટ અને એરોસોલને લઈને મતભેદ છે. અત્યાર સુધી મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું હતું કે, છીંકવાથી, ઉધરસથી, ગીતો ગાવાથી અથવા બોલતી વખતે મનુષ્યના નાક અથવા મોંથી જે ટીપાં નીકળે છે તે ડ્રોપલેટ હોય છે. એટલે કે તેની સાઈઝ ૫ માઈક્રોમીટર કરતાં વધારે હોય છે. તેમાં કોરોનાવાઈરસ થવા પર પણ તે પોતાના વજનના કારણે બે મીટરથી વધારે દૂર નથી જઈ શકતા. ગુરુત્વાકર્ષણના કારણે નીચે પડી જાય છે. એટલે કે કોરોના હવાથી નથી ફેલાતો. એક માઈક્રોમીટર એક મીટરના ૧૦ લાખનો હિસ્સો હોય છે. તેમજ નિષ્ણાતોના બીજા સમૂહનું કહેવું છે કે, મોં અને નાકમાંથી નીકળતા ડ્રોપલેટનો આકાર ૫ માઈક્રોમીટર કરતા પણ ઓછો હોઈ શકે છે અને તે હવાની સાથે દૂર સુધી જઈ શકે છે. એટલે કે કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે.

કોરોના ફેલાવાના શરૂઆતના મહિનામાં તો તમામને માસ્ક પહેરવાની જગ્યાએ માત્ર સંક્રમિતોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી. જુલાઈ ૨૦૨૦માં સ્વતંત્ર હેલ્થ એક્સપટ્‌ર્સે કહ્યું હતું કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાય છે. તેમણે કોરોનાથી હવાથી ફેલાવતી મહામારી જાહેર કરવાનું કહ્યું હતું. ત્યારેની તરફ એવું કહેવામાં આવ્યું કે, કોરોનાવાઈરસ હવાથી ફેલાય છે, આ સંભાવનાને નકારી શકાય તેમ નથી, પરંતુ ટૂંક સમયમાં જ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, આ વાતના કોઈ પુરાવા નથી. જુલાઈ ૨૦૨૦ની ગાઈડલાઈનમાં ઉૐર્ં એ વાત પર કામય રહ્યું કે કોરોના કોઈ સંક્રમિત સાથે સંપર્કમાં આવવાથી, તેના મોં અથવા નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્‌સ એટલે કે વાઈરસવાળા ટીપાં અને ફોમિટીઝ એટલે કે કપડાં, વાસણ, ફર્નિચર વગેરે પર હાજર વાઈરસથી ફેલાય છે.કોરોના ફેલાવાની ચર્ચામાં આ વર્ષે એપ્રિલમાં ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે વૈજ્ઞાનિકોના એક સમૂહે પ્રખ્યાત મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં ૧૦ પુરાવાની સાથે દાવો કર્યો કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાય છે.