આણંદ શહેરના મુખ્ય રોડ પર છેલ્લાં એક વર્ષથી બે ફૂટ જેટલાં ખાડા પડી ગયા
10, ઓગ્સ્ટ 2024 792   |  

આણંદ, આણંદના સરદાર પટેલ “ રાજપથ” શાન સિનેમા રોડ પર મસમોટા ખાડાઓના સમારકામ માટે તંત્ર દ્વારા નિષ્કાળજી દાખવામાં આવતી હોવાથી પ્રજાજનોમાં નગરપાલિકા ની નિષ્કાળજી પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જ્યારે હાલ વરસાદ ના કારણે રોડની સ્થિતિ વધારે વણસી જવા પામી છે ત્યારે વરસાદના કારણે આણંદ શહેરના રોડ પર ઠેર ઠેર બે ફૂટ જેટલા ખાડા અને ગાબડાં પડી જતા વાહન ચાલકો ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે વાહન ચાલકો ને કાર ખાડામાં ખાબકવાના કિસ્સા પણ વધવા પામ્યા છે. આ બાબતે સ્થાનિક વડીલો દ્વારા વારંવાર રજૂઆત નગરપાલિકા અને સ્થાનિક કાઉન્સિલર ને કરવામાં આવે છે છતાં કોઈ કાર્યવાહી કે કામ કરવામાં આવતું નથી જેના કારણે નગરજનો માં રોષ વ્યાપી રહ્યો છે. આણંદ શહેરના રસ્તાઓ પર મસમોટા ખાડા અને ગાબડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.શહેરના જુદા જુદા વિસ્તારોમાં અસંખ્ય ખાડાઓના કારણે નાના મોટા અસંખ્ય અકસ્માતો થવાની સાથે સાથે વાહનોને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે કેટલાક જાગૃતો દ્વારા જણાવ્યાનુસાર નગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પરનું ખાડાઓનું ઉત્પત્તિ સ્થાન શોધી તેમને પૂરી સમસ્યાને નાબુદ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.કારણ કે મચ્છરોથી થતાં મેલેરિયાથી તો બચી જવાશે પરંતુ આ ખાડાઓથી કોણ બચાવશે શહેરના જુદા જુદા માર્ગો પર પડેલા અડધાથી એક ફુટના ખાડા અને તેમાં ભરાયેલા વરસાદના પાણીના કારણે અજાણતા થી વાહન ચાલકો ખાડામાં ખાબકતા અકસ્માત થવાની સાથે સાથે વાહન ચાલકોના ઢેકા ભાંગી કમરના મણકા ખસી જઈ પથારીવશ થવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.માટે મચ્છરો કરતા ભયંકર રસ્તાઓ પર પડેલા ખાડા છે.મચ્છરોથી તો બચી જવાશે પરંતુ ખાડાઓથી કોણ બચાવશે તેવા અનેક સવાલો નગરજનો દ્વારા આણંદ નગરપાલિકા સામે કરવામાં આવી રહ્યા છે.

શ્વેત નગરી ગણાતા આણંદમાં શું કોઈ ના ભોગ લેવાય પછી રોડ રસ્તા નું સમકામ કરશે પાલિકા?

ઠેર ઠેર જાેવા મળતા ખાડા ક્યારે પુરાય તેની રાહ જાેવાની અને તે સમયમાં કોઈ નો જીવ જાય તો નવાઈ નહિ કેમ કે અંધેરી નગરી ને ગંડુ રાજે આજે સ્વેત નગરી ના રસ્તા હાલત કાથોડી કરી નાખી હોય તેવા દ્રશ્ય ઠેર ઠેર જાેવાઈ રહ્યા છે.

ચાર વખત જિલ્લા કલેકટર અને અવકુડાને રજૂઆત છત્તા કોઈ કાર્યવાહી નહિ  હિતેશ પટેલ, કાઉન્સિલર

સરદાર પટેલ રાજમાર્ગ ની મરમ્મ્ત ની જવાબદારી અવકુડા ની છે આ મામલે ચાર વાર રજૂઆત પણ કરવામાં આવી છે છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી અવકુડામાં ૪૦ કરોડ નું બેલેન્સ પડ્યું છે છતાં મરમ્મ્ત નું કામ કરવામાં આવતું નથી આ લાલીયાવાડી ને કારણે આજે પ્રજા ત્રસ્ત થઇ ગઈ છે. ચીફ ઓફિસર અગ્રવાલ જણાવે છે કે સમારકામ માટે ખર્ચ નું એસ્ટીમેન્ટ કાઢી અવકુડાને મોકલી આપવાની કામગીરી ચાલુ છે વધુમાં જણાવે છે કે ટૂંક સમય માં કામગીરી હાથ ધરી દેવામાં આવશે. સ્થાનિકો બળાપો ઠાલવી રહ્યાં છે કે, આણંદમાં રાજમાર્ગ ઉપરાંત ઘણા અન્ય રોડ રસ્તા પણ બિસમાર હાલત માં ફેરવાઈ ગયા છે જેની તસલ્લી આણંદ પાલિકા લેતી નથી આ કેટલું યોગ્ય છે સ્વેતનગરી માટે? આણંદ વિદ્યાનગર રોડ, આણંદ અમીન ઓટો રોડ, બાકરોલ રોડ, શાન સિનેમા રોડ આવા ઘણા રોડ છે જ્યાં વિદ્યાનગર પાલિકા કે આણંદ પાલિકા ડોક્યું કરીને પરત ફરી જાય છે.અવકુડા અધિકારી સુનિલ ભાઈ જણાવે છે કે આણંદ રાજમાર્ગ ને સમારકામ કરવાની જવાબદારરી આણંદ પાલિકા ને સોંપવામાં આવી છે આણંદ કલેકટર દ્વારા નગરપાલિકા ને સૂચન કરવામાં આવ્યું છે કે સમારકામ નું એસ્ટીમેન્ટ અને ભાવ કાઢી દરખાસ્ત જલ્દી મોકલી આપે બોર્ડ મિટિંગ માં જાણવામાં આવ્યું છે અને ત્યાર બાદ તેનું પેમેન્ટ અવકુડા દ્વારા ચુકવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution