અમદાવાદ-

અમદાવાદ શહેરમાં ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બની ગયું છે પરંતુ તેના રનવેની ગુણવત્તા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટનો ૩.૬ કિલોમીટરનો રન-વે ફરી બનાવાશે. આ રન-વે ફરી બનાવવાનો હોવાના કારણે તેને બંધ રાખવામાં આવેલ છે, જેના કારણે ૭૦ ફ્લાઇટનાં સમયમાં ફેરફાર કરવામા આવશે. ઘણી ફ્લાઇટ્‌સ છે કે જેમનો સમય સવારનો રાખવામાં આવશે ત્યારે ઘણી એવી ફ્લાઇટ્‌સ છે કે જેમનો સમય સાંજનો રાખવામાં આવશે. વળી ઘણી ફ્લાઇટ્‌સને ડાયવર્ટ પણ કરવામાં આવશે. જણાવી દઇએ કે, આ પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાઓ અમદાવાદ એરપોર્ટનાં રન-વેનું ૩૦ કરોડનાં ખર્ચે રિસર્ફેશિંગ કર્યુ હતુ. જાે કે આ ખર્ચ ચોમાસામાં ધોવાઇ ગયો હતો અને આ રન-વે તૂટવાથી ફ્લાઇટ્‌સને કોઇ અસર ન થાય તેને ધ્યાનમાં લઇ મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી.અમદાવાદ એરપોર્ટને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર રન-વે ફરી બનાવાશે, જે કારણોસર ૧૦ નવેમ્બરથી ૩૧ મે સુધી બંધ રાખવામાં આવશે.