03, સપ્ટેમ્બર 2023
4257 |
વડોદરા, તા. ૨
રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવતા સરકાર દ્વારા તે ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી પરતું તેનું પાલન હજી સુધી ન થતા વડોદરા શહેર – જીલ્લા શૈક્ષણિક સંઘના બસો ઉપરાંતના શિક્ષકો દ્વારા વિવિધ પ્રયોગો કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગત અઠવાડિયે તેઓ દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ વ્યકત કર્યો હતો અને આજે તેઓ દ્વારા રામધૂન બોલાવીને વિવિધ માંગ પૂરી કરવા માટે જણાવ્યું હતું અને જાે હવે વ્હેલી તકે આ મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચિમકી આપી હતી.
બસોથી વધુ શિક્ષકો દ્વારા તેમની માંગણીઓ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, ત્રણ વાર જાહેરાત કરવામાં આવ્યા પછી પણ શાળાઓનું નવુ સત્ર ચાલુ થઈ ગયુ છે છતાં પણ શિક્ષકો , કારકુન , પટાવાળા , ગ્રંથપાલ , લેબ ટીચર અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી થયી નથી , બિન શૈક્ષણિક સ્ટાફની ખાલી પડેલી જગ્યામાં કલાર્ક સેવકની ભરતી , સાતમાં પગારપંચના તફાવતનો બાકી પાંચમો હપ્તો આપવા , જૂના શિક્ષકોની ભરતી કરવી અને એલ.પી.એ પરત ખેંચવા સહિતની વિવિધ માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માંગ મંજૂર ન થાય તો ઉગ્ર આંદોલનની પણ ચિંમકી આપવામાં આવી હતી.