નવરાત્રીમાં લસણ-ડુંગળીની જેમ આ પાંચ વસ્તુઓ પણ નથી હોતી સાત્વિક, ના કરો આવી ભૂલ
14, ઓક્ટોબર 2020

સાત્વિક શબ્દ 'સત્વ' શબ્દથી બને છે. આનો અર્થ શુદ્ધ, પ્રાકૃતિક અને ઉર્જાવાન હોય છે. સાત્વિક ભોજન શરીરને શુદ્ધ કરીને મનને શાંતિ પ્રદાન કરતા કરે છે. જેમાં શુદ્ધ શાકભાજીઓ, ફળો, સેંધાલુ મીઠું, ધાણાં, મરી જેવા મસાલાનો ઉપયોગ હોય છે. નવરાત્રિ દરમિયાન લોગ સાત્વિક ખાવા ઈચ્છે છે. આ પાછળ ધાર્મિક માન્યતાઓની સાથે સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. નવરાત્રિનો તહેવાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવે છે. મોસમમાં અચાનક બદલવાથી આપણા ખાન-પાનની શરીર ઉપર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં સાત્વિક ભોજન હોય તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કયા પ્રકારના સ્વભાવ માટે કયા પ્રકારનો આહાર?

જો તમે ખુબ જ ભાવુક હોવ તો તમે ગોળ અને મીઠી ચીજો ખાઓ, રોટી ખાઓ, વાસી ખોરાક ખાવાથી બચો. જો તમે વધારે ક્રોધી હોવ તો ડુંગળી, લસણ અને માંસ માછલી ખાવાથી દૂર રહો. જો તમને તણાવ રહે તો દૂધ અને દૂધની બનેલી વસ્તુઓનું સેવન કરો. મશરુમ અને કંદમૂળ ન ખાઓ. જો તમે શરીરથી પરેશાન છો તો વધારેમાં વધારે શાકભાજી ખાઓ. અનાજ ઓછું ખાઓ. જો તમે ખરાબ વિચારોથી પરેશાન હોવ તો માંસ, માછલી, ડુંગળી, લસણ ખાવાથી દૂર રહો. મસૂરની દાળ ખાવાથી પણ દૂર રહો.

કઈ ચીજોને આપણે સાત્વિક આહાર ન ગણી શકીએ?

-ડુંગળી, લસણ

-મસ્ટર્ડ ગ્રીન્સ, મશરૂમ-માંસ, માછલી, માદક પદાર્શ

-ડબ્બામાં બંધ ખાદ્ય પદાર્થ

-વાસી ખોરાક

કયા છે સાત્વિક આહાર?

- બધા પ્રકારના અનાજ

- દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓ

- બધા પ્રકારની શાકભાજીઓ

- ફળ અને ડ્રાયફ્રૂટ્સ

શરીરના માનસિક સ્તરનું નિર્માણ વિભિન્ન કોશોથી હોય છે. આ પૈકી એક કોષ અન્નમય કોષ પણ છે. આ કોષની શુદ્ધિ વગર મનની શુદ્ધિ સુધી ન જઈ શકો. આહારથી જ આપણી કોશિકાઓના નિર્માણ થાય છે. પછી તેની કોશિકાઓથી આપણા શરીરમાં રસનું ક્ષરણ થાય છે. રસ (હોર્મોન)થી આપણા વિચારોમાં વિકાસ અને પરિવર્તન આવે છે. જે પ્રકારનો આહાર આપણે ગ્રહણ કરીએ છીએ એ જ પ્રકારનો વ્યવહાર અને વિચાર આપણા અંદર ઉત્પન થાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution