24, એપ્રીલ 2021
792 |
પાટણ-
કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે કોસોના ભારણના લીધે રેમડેસિવિર ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે ત્યારે પાટણના ધારાસભ્ય ડૉકટર કિરીટ પટેલે ઘારાપુર સિવિલ હોસ્પિટલ અને પાટણ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે પોતાની ગ્રાંટમાંથી 10 લાખ ફાળવ્યા છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ મહામારી સામે લડવા માટે ઇન્દેકશની અછત વર્તાઇ રહી છે. કોરોના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે અને કોરોના દર્દીઓની હાલત અતિ ગંભીર છે. પાટણ સિવિલ હોસ્પિટલ અને ઘારાપુર હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે પાંચ પાંચ લાખ ધારાસભ્યે ગ્રાંટમાંથી આપ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ ગ્રાંટની ફાળવળી અંગેની જાણ જિલ્લા આયોજન અધિકારીને કરી છે કોરોના મહામારીમાં ગ્રાંટનો સદઉપયોગ થયો છે.