આજે પૃષ્ટિ પ્રવર્તક શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગ્ટય દિન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2021  |   2970

આજથી પાનસો વર્ષ પૂર્વે જયારે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ ઉપર ભયંકર આફતો હતો. તેમજ માયાવાદીઓનું વર્ચસ્વ હતું. ત્યાર માયાવાદનું ખંડન કરી શુદ્વદ્વેત બ્રહ્મવાદનું સ્થાપન કરનાર શ્રી વલ્લભચાર્યજીનું પ્રાકટય વિક્રમ નં.1535ના ચૈત્ર વદ એકાદશીને રવિવારના રોજ મઘ્યપ્રદેશ હાલના (છત્તીસગઢ રાજય)ના રાયપુર નજીક આવેલા ચંપારણ્યધામમાં થયુ હતું.

ગુજરાતના મહાન કવિ ન્હાનાલાલ શ્રીમદ વલ્લભાચાર્યજીના વખાણ કરતા કહે છે. ભારતની ભીષણ રાત્રીમાં શ્રી વલ્લભનો ચંદ્ર સ્વરૂપે ઉદય કહી ખૂબ પ્રશંસા કરી છે. ભારતની ધાર્મિક ભૂમિમાં મહાપ્રભુજીનું મોટુ પ્રદાન છે. પિતાશ્રી લક્ષમણ ભટ્ટ તથા માતૃશ્રી ઇલમ્માજી સાથે કાશીમાં સ્થિરવાસ કરી અને આઠ વર્ષની વયે યજ્ઞોપવિત્ર સંસ્કાર કર્યા અને ગોપાલમંત્રની દીક્ષા આપી. આપે માત્ર બે જ વર્ષમાં વેદ, વેદાંગ, દર્શન, પુરાણ, કાવ્ય વગેરે વિષયોમાં અભૂતપૂર્વ નિપુણતા મેળવી લીધી હતી. આપની આવી અત્યંત કુશાગ્ર બુઘ્ધિના અદભૂત પ્રભાવથી કાશીના વિઘ્વાનો આશ્ર્ચર્યચકિત થયા અને આપને બાલ સરસ્વતી તથા વાકપતિ કહીને આદરથી બોલાવતા.

શ્રી મહાપ્રભુજીએ તેમના બાવન વર્ષના ભૂતલ પર જીવનકાળ દરમ્યાન ત્રણ વખત ખુલ્લા ચરણાવિંદથી ચાલીને ભારતભરની પરિક્રમા કરી હતી. આ પરિક્રમા દરમ્યાન આપે શુદ્વાદ્વેત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગીય ભકિત સંપ્રદાય પ્રસ્થાપિત કર્યો તથા દૈવિ જીવોનો ઉદ્વાર કરવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું. શ્રી મહાપ્રભુજી તેમના જીવનકાળમાં લગભગ અડધો સમય વિદ્યાનો સાથે શાસ્ત્રાર્થ કરવામાં, ભારતભરમાં પરિક્રમા તથા ધર્મ પ્રચારમાં પ્રસાર થયો છતાં આપે માનવ કલ્યાણ માટે સ્વમાર્ગના સિઘ્ધાંતો સમજાવવા નાના-મોટા અનેક ગ્રંથોની રચના કરી છે. ચોક્કસ સંખ્યા કહેવી અઘરી છે. પરંતુ ચૌરાશી ગ્રંથો રચ્યાનું કહેવાય છે. મહર્ષિ વ્યાસ મુનિના બ્રહ્મસૂત્ર ઉપર આણુભાષ્ય નામક ટીકા લખી શ્રીમદ ભાગવત ઉપર સુબોધીનીજી નામક ટીકા લખી આ ઉપરાંત પૃષ્ટિ માર્ગના સિઘ્ધાંતો આપના સેવકોને સમજાવવાના ઉદેશથી જુદા-જુદા પ્રસંગોએ આપશ્રીએ નાના નાના સોળ ગ્રંથો રચ્યા. આ ગ્રંથો પૃષ્ટિ માર્ગમાં ષોડશ ગ્રંથના નામથી પ્રચલીત છે. તેને પૃષ્ટિ માર્ગની ગીતા કહેવાય છે. તેથી તેને વલ્લભગીતા પણ કહેવામાં આવે છે. કારણ કે તેમાં આ માર્ગના સર્વે સિઘ્ધાંતોનો નિચોડ સમાયેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution