04, મે 2021
નવી દિલ્હી
વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસ 4 મેના રોજ ઉજવવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે અસ્થમાના દર્દીઓની ચિંતા સતત વધી છે. કોરોના અને અસ્થમાના લક્ષણો સમાન છે. આ દર્દીઓએ વધારે સતર્ક રહેવાની અને તેમણે સતત ઇનહેલર લેવાની જરૂર રહે છે
જણાવીએ છીએ કે ગ્લોબલ ઇનિશેએટિવ ફોર અસ્થમા (GINA) દ્વારા દર વર્ષે આ દિવસનું આયોજન કરવામાં આવે છે આ વર્ષ 1993માં સ્થાપિત વિશ્વ આરોગ્ય સંગઠનનની સહયોગી સંસ્થા છે. કોરોના કાળનો સમયગાળો એક વર્ષથી પણ વધી ગયો છે. આ એક વર્ષમાં અસ્થમાના દર્દીઓેને કઇંક રાહત મળી છે કેમકે કોરોના કાળમાં લોકો માસ્ક પહેરતા હતા અને પ્રદૂષણ પણ ઓછું રહ્યું છે. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગ્લોબલ ઇનિશેએટિવ ફોર અસ્થમા (GINA)એ અસ્થમાના દર્દીઓને સારી રીતે હાથ ધોવા અને સામાજીક દૂરી રાખવાની સલાહ આપી છે. સાથે જ અસ્થમાના દર્દીઓને ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવેલી દવાને સતત લેવાની પણ સલાહ આપી છે.

અસ્થમા અંગે પ્રવર્તેલી ભ્રમણાઓ
1.અસ્થમા નાનપણની બિમારી છે. ઉમર વધતા વધે છે.
2.અસ્થમા સંક્રામક છે.
3.અસ્થમા પીડિતોએ કસરત ના કરવી જોઇએ.
4.અસ્થમાને ફક્ત સારા ખોરાક અને સ્ટીરોઇડથી જ દૂર કરી શકાય છે.