નવી દિલ્હી

શોખ કહો કે આદત કહો, ભલે જે નામ આપી દો. તેમ છતાં તમાકુથી શરીરને થનારું નુકશાન અને જીવનું જોખન જરા પણ ઓછું થતું નથી. આજે World No Tobacco Day છે. ત્યારે જણાવી દઈએ કે તમાકુ એ ઘણા બધા રોગોનું પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કારણ છે. કોરોનાના આ જોખમી સમયમાં તમાકુનું વ્યાસન અને ધુમ્રપાન કરનારા લોકોમાં પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે છે. આ બાબતે નિષ્ણાતોએ પણ આ મુજબ જ સલાહ આપી છે. ચાલો તમને જણાવી દઈએ શું છે સંશોધન.

કોરોનાનું જોખમ વધારે છે તમાકુ

આગ્રામાં સ્થિત એસ.એન.મેડિકલ કોલેજના કેન્સર રોગોના વિભાગમાં ફરજ નિભાવનારા પ્રોફેસર સુરભી ગુપ્તાએ આ વિશે જણાવ્યું હતું કે તમાકુનું સેવન કોરોના ચેપના સંક્રમણને વેગ આપે છે અને ગંભીર પરિસ્થિતિઓનું કારણ બને છે.

ડોક્ટર સુરભી ગુપ્તાએ જણાવ્યું હતું કે વાયરસ મુખ્યત્વે લાળ અથવા અનુનાસિક સ્ત્રાવના ટીપાં દ્વારા અથવા ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી આવે અથવા છીંક દ્વારા ફેલાય છે. તમાકુના ઉત્પાદનો (ખૈની, ગુટખા, પાન, જરદા) ચાવવાથી થૂંકવાની ઇચ્છા વધે છે. તમાકુનું સેવન કરતા લોકો જાહેર સ્થળો પર ગાગે ત્યાં થૂંકતા હોય છે અને આ કારણે ખાસ કરીને ચેપી રોગચાળાના ફેલાવવામાં વધારો થાય છે. ચેપી રોગોમાં કોરોના ચેપ, ક્ષય રોગ વગેરેનો સમાવેશ થાય છે.

કેન્સર માટે પણ તમાકુ જવાબદાર

ડોકટરે જણાવ્યું કે ફેફસાના કેન્સર માટે પણ 90 ધુમ્રપાન અને તમાકુ જ જવાબદાર હોય છે. ધુમ્રપાન ના કરનારાઓ ની તુલના ધુમ્રપાન કરનારા સાથે કરવામાં આવે તો મોઢા અને સ્વરતંત્રના કેન્સરના જોખમમાં 5-25 ગણો વધારે ખતરો છે. આ જ રીતે ફેફસાનું કેન્સર થવાનો ખતરો 9 ગણો વધારે છે.

વૈશ્વિક પુખ્ત તમાકુ સર્વેક્ષણ અનુસાર દેશમાં 27 કરોડથી વધુ લોકો તમાકુનું સેવન કરે છે. તે વિશ્વના તમાકુ ઉત્પાદનોના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક અને ગ્રાહક છે. દેશમાં દર વર્ષે લગભગ 9.30 લાખ લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે. જ્યારે દર વર્ષે લગભગ 3.50 લાખ લોકો ધૂમ્રપાન વિનાના તમાકુને કારણે મૃત્યુ પામે છે. દરરોજ લગભગ 3500 મૃત્યુ થાય છે. તમાકુથી સંબંધિત કેન્સરમાં 50 ટકા પુરુષો અને 25 ટકા સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

બીડીનું સેવન સિગારેટ કરતા પણ જોખમી

તમાકુ શરીરના ઘણા સ્થળોના કેન્સર માટે જવાબદાર છે. આમાં ફેફસાં, મોં, ફેરીંક્સ, કંઠસ્થાન, પેટ, મૂત્રાશય અને પિત્તાશયનો સમાવેશ થાય છે. તે જ સમયે તમાકુના સેવનથી હૃદય અને લોહીની નળીઓનો રોગ, હાર્ટ એટેક, છાતીમાં દુખાવો, અચાનક કાર્ડિયાક મૃત્યુ અને મગજનો હુમલો થવાનું જોખમ રહેલું છે. ડો.સુરભી ગુપ્તાએ કહ્યું કે બીડી પીવી એ સિગારેટ પીવા કરતા વધારે હાનિકારક છે કારણ કે તેમાં હાઈડ્રોકાર્બન પણ વધુ હોય છે.

તમાકુના સેવનના જોખમ વિશે કેવી રીતે જાગૃતતા લાવવી?

1. શાળાઓમાં કેન્સર શિક્ષાના કાર્યક્રમ નિતમિત સંચાલિત કરવામાં આવે.

2. પાઠ્યપુસ્તકમાં તમાકુના જોખમનો સમાવેશ

3. શાળા-કોલેજો આજુબાજુ સિગારેટ તમાકુના વેચાણ પર પ્રતિબંધ