સામાન્ય નાગરિકોના વાહનો ટો કરતી ટ્રાફિક પોલીસની ક્રેનોને એસ.એસ.જી હોસ્પિટલની બહાર ગેરકાયદે પાર્ક થયેલી કહેવાતી એમ્બ્યુલન્સો નથી દેખાતી? કે પછી, પ્રતિ એમ્બ્યુલન્સનું જંગી ભરણ રાવપુરા પોલીસ્ ામથક થઈને ગાંધીનગર સુધી પહોંચે છે ? આ તમામે ખરેખર એમ્બ્યુલન્સનું પાસિંગ કરાવ્યું છે કે પછી ખાનગી વાહનના પાસિંગ છતાં મૃતકો - ગંભીર દર્દીઓને લાવવા-લઈ જવાના મ્હોં માંગ્યા પૈસા પડાવવાનો અમાનવીય વેપલો કરાઈ રહ્યો છે એની તપાસ કરવાની જવાબદારી કોની?