વડોદરા, તા.૨૧

શહેર જિલ્લાની ૧૦ વિધાનસભાની બેઠકોની મતગણતરી ૮ મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી તંત્રેે પોલિટેક્નિકનો કબજાે પોતાના હસ્તક લઇ લીધો છે. ૮ મી ડિસેમ્બરના રોજ યોજાનાર મતગણતરીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.અને પોલીટેકનિક પરિસરને સુરક્ષિત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

૧૦ વિધાનસભા બેઠકોનાં ૧૩૩૦ મતદાન મથકોનાં ઇવીએમ, અને વીવીપેટ મશીનો મતદાન પ્રકિયા સંપન્ન થયા બાદ પોલીટેકનિક ખાતે બનાવવામાં આવેલ સ્ટોંગરૂમ ખાતે લાવવામાં આવશે. ત્યારે જે રૂમોને સ્ટોંગરૂમો બનાવવામાં આવ્યા છે, ત્યાં પાચ ડિસેમ્બર થી મતગણતરીનાં ૮ ડિસેમ્બર સુધીમાં ઇવીએમ અને વીવીપેટ મશીનો રાખવામાં આવનાર છે.ત્યારે ચૂંટણી તંત્રએ સંવેદનશીલ પરિસરમાં સુરક્ષાને વધુ સક્ષમ બનાવવા સ્ટોંગરૂમોની બારીઓને બંધ કરી દેવા ચણી લેવામાં આવી છે.અને પોલીટેકનિક પરિસરમાં પતરાથી આડ ઉભી કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે રૂમોને સ્ટોંગરૂમોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે.ત્યાં વિવિધ પ્રકારનાં ફેરફાર કરીને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને સંબઘિત સ્ટોંગ રૂમોની સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાંનમાં રાખી ને લોકેશન પસંદ કરવામાં આવ્યા છે.પોલીટેકનિક માં મુખ્ય પ્રવેશદ્રારા પર તમામ લોકો માટે પ્રવેશ પહેલા મેટલ ડિટેકટર માંથી પસાર થવું પડશે અને સમગ્ર પોલીટેકનિક ખાતે મતગણતરી કેન્દ્રોને સીસીટીવી કેમેરાઓથી સજજ બનાવવામાં આવશે.