ડભોઇ, તા.૧૬ 

ડભોઇના વઢવાણા સિંચાઈ તળાવ માં સારા પ્રમાણમાં પાણીની આવક સતત વરસાદ અને જોજવા ડેમ ના પાણી ઉમેરાતા વઢવાણા તળાવની સપાટી વધી વઢવાણા સિંચાઈ તળાવ ખેડૂતો માટે આશિર્વાદરૂપ વઢવાણા તળાવ હાલ સ્થિતિ ૧૮૦.૧૦ ફૂટ છે.ઓવરફ્લો નું લેવલ ૧૮૨.૫૦ ફૂટ વઢવાણા તળાવ ઓવરફ્લો થવામાં ૨.૫ ફુટ દૂર છે.વઢવાણા તળાવ સતત વરસતા વરસાદ તેમજ જોજવા બંધનું પાણી ઉમેરાતા પાણીની આવક વધતા ડભોઇ ના વઢવાણા તળાવ ની જળ સપાટી માં વધારો થયો છે વઢવાણા સિંચાઈ તળાવ ની સપાટી હાલ ૧૮૦.૧૦ ફૂટ પર પહોંચી છે જેના પરિણામે વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. વઢવાણા તળાવ નું ઓવરફ્લોનુ લેવલ ૧૮૨.૫૦ ફૂટ છે. નર્મદા કેનાલનું પાણી આ તળાવમાં મેળવી પાણી સંગ્રહ કરવામાં આવે છે જેથી વિસ્તારના ૩૦ ગામોના લોકો ખેતી માટે વાપરે છે.