ગાઝામાં 60 જ દિવસમાં સીઝફાયર કરાવીશું ,ઈરાન-ઈઝરાયલ બાદ ટ્રમ્પનો ફરી મોટો દાવો
02, જુલાઈ 2025 વોશિંગ્ટન   |   2475   |  

7 જુલાઈએ ઈઝરાયલ પ્રમુખ અમેરિકા જશે

ઈરાન-ઈઝરાયલ બાદ હવે ગાઝામાં પણ સીઝફાયર કરાવીશું તેવો દાવો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે કે, ઈઝરાયલે ગાઝામાં 60 દિવસના યુદ્ધ વિરામ પર સંમતિ દર્શાવી છે. જોકે, તેમણે આ માટે કેટલીક શરતો પણ મૂકી છે. આ મામલે ટ્રમ્પે હમાસને પણ ચેતવણી આપતા કહ્યું કે, સ્થિતિ વધુ વકરે તે પહેલાં સમજૂતી સ્વીકારી લે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે, 'મારા પ્રતિનિધિઓએ આજે ગાઝા ઈઝરાયલના મુદ્દે ઈઝરાયલના નેતાઓ સાથે એક લાંબી બેઠક કરી. ઈઝરાયલે 60 દિવસના યુદ્ધવિરામને અંતિમ રૂપ આપવા માટે જરૂરી શરતો પર સંમતિ વ્યક્ત કરી છે, જે દરમિયાન અમે યુદ્ધ ખતમ કરવા માટે તમામ પક્ષો સાથે વાત કરીશું. કતાર અને મિસ્ત્રના નેતાઓએ શાંતિ લાવવામાં ખૂબ મહેનત કરી છે, તેઓ આ અંતિમ પ્રસ્તાવને રજૂ કરશે. મને આશા છે કે, મિડલ ઈસ્ટના સારા માટે હમાસ આ સમજૂતી સ્વીકારી લેશે,

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાત જુલાઈએ વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલ પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂની મેજબાની કરશે. 'વ્હાઇટ હાઉસ' દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. ટ્રમ્પ ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે પોતાના પ્રયાસ તેજ કરી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution