ચીન-

એક સમય હતો કે વિશ્વના દેશો ચીનની દગાખોરી ભરી મિત્રતાને ઓળખી શકતા ન હતા. પરંતુ ચીન પોતાના સ્વાર્થ માટે થઈને જે તે દેશને વિવિધ વિકાસ કાર્યોને બહાને સહાય કરીને મિત્રતાના સંબંધો વધારે અને પગ જમાવ્યા પછી દગાખોરી કરે જે બાબત વિશ્વના મોટાભાગના દેશોને સમજમાં આવી ગઈ છે. ભારત સાથે હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારો લગાવી તે સાથે મિત્રતાનો દેખાડો કરીને વર્ષ ૧૯૬૨માં યુદ્ધ કરીને ભારતની પીઠમાં ખંજર ભોકી દીધું હતું તેની જાણ વિશ્વભરના દેશોને થઇ ગઈ.જ્યારે કે ભારતને ચીનની વિસ્તારવાદી નીતિનો મોટામાં મોટો અનુભવ થઈ ગયો. ત્યાર બાદ ભારત-ચીનથી ડસ્ટન્સ જાળવીને સંબંધો જાળવી રાખવા પ્રયાસ કરતું રહ્યું છે. જાેકે ઉંદરની જેમ ખોતરી ખાવાની ચાલના માહેર ચીને વ્યાપાર ક્ષેત્રે ભારતમાં લોકોને ઉપયોગી સસ્તા દરની ચીજવસ્તુઓના ગંજ ખડકી દઈને ભારતના ઇલેક્ટ્રિકલ બજારો, મોબાઈલ બજારો, ટીવી બજારો, રમકડા બજાર પર જમાવડો કરી દીધો છે.

બીજી તરફ ચીન ભારતને ઘેરવાના તમામ પ્રયાસ કરતું રહે છે. ભારત અને ચીન વચ્ચે ૩,૪૪૮ કિલોમીટર લાંબી સરહદ ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર સુધી છે, તો પૂર્વ વિસ્તારમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ છે. ચીન ભારતને દબાવવા ભારતના પ્રદેશો પચાવી પાડવા આ ત્રણેય વિસ્તારની સરહદોનો ઉપયોગ કરતું રહે છે. આ ત્રણેય સરહદી વિસ્તારોમાં ચીન અવારનવાર ઘૂસણખોરી કરતું રહીને ભારતને ભીંસમાં લેવાના પ્રયાસો કરી પરેશાન કરતું રહે છે. ચીન ભારતના પડોશી દેશોને વિવિધ વિકાસ પ્રોજેક્ટો માટે સહાય કરવા સાથે જે તે દેશોને પોતાની ચપેટમાં લેવાના પ્રયાસો કરતુ રહે છે. જેમાં તેને પાકિસ્તાનની પોતાની પકડ માં લઈ લીધુ છે અને પાકિસ્તાન ચીનની ચપેટમાં આવ્યા પછી તેનો કહ્યાગરો દેશ બની ગયો છે. જેનુ તાજેતરનું ઉદાહરણ છે અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો કબજાે થયા બાદ પાક. દ્વારા લઈને ચીને અફઘાનિસ્તાનને આર્થિક સહાય આપવા સાથે ચીન અને પાકે. તાલિબાન સરકારને માન્યતા આપવા દુનિયાભરમાં તમામ પ્રકારના ભરપૂર પ્રયાસો આદરી દીધા છે પરંતુ હજુ સફળતા મળી નથી.

ચીનનુ મહેચ્છા વિશ્વના વ્યાપાર બજાર પર કબ્જાે કરવા સાથે ડોલરને હાંસિયામાં ધકેલી દેવાની હતી.પરંતુ તેની આ પોલ પકડાઈ જતાં ચીનને પાછા પડવું પડ્યું છે. જ્યારે કે કોરોના કાળમાં વિશ્વભરના દેશો પોતાના અર્થતંત્રને સ્થિર કરવા પ્રયાસો કરતા હતા ત્યારે ચીનનું અર્થતંત્ર અવિરત વિકાસ કરતું રહ્યું હતું. દરમિયાન ચીનની જાયન્ટ ગણાતી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રેન્ડ સરકારની નીતિઓ તથા વહીવટ કરનારાઓની બેપરવાહીને લઈને નાદારી તરફ પહોંચી ગઈ.જેના કારણે ચીનનું અર્થતંત્ર હચમચી ગયું.તો ઓસ્ટ્રેલિયા સાથે ચીનનો રાજકિય વિવાદ ઘેરો થતાં ચીને પોતે ઓસ્ટ્રેલિયાથી કોલસા આયાત બંધ કરી દીધી અને બાકી હતું તે ઇન્ડોનેશિયા પાસેથી ડબલ કિંમતથી કોલસો ખરીદવાનું શરૂ કર્યું પરિણામે ચીનના અર્થતંત્ર મોટામાં મોટો આર્થિક ફટકો પડયો છે જેને તેના અર્થતંત્રને વધુ ડામાડોળ થઈ ગયું છે. તે સાથે વિજળી ઉત્પાદન નહીવત થતા કે ઠપ્પ થઈ જતા હજારો નાના- મોટા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. પરિણામે તમામ પ્રકારના ઉત્પાદનો થતા અટકી ગયા છે અને આ કારણે લાખો લોકોએ રોજગારી ગુમાવી છે. પરિણામે ચીન હવે મંદીના ઢોળાવ તરફ ગબડવા લાગ્યુ છે. જેમાંથી તે ઉગરી શકે તેવા કોઈ ચિન્હો નજરે પડતા નથી કારણ મોટા ભાગના વિશ્વના દેશો સાથેની દુશ્મનાવટભરી નીતિ.