ગાંધીનગર-

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને, ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સાર્જન્ટો દ્વારા બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમા જળવાઈ રહે તે માટે ગૃહમાં ટીશર્ટ પહેરીને નહિ આવવા માટે ટકોર કરેલ હતી છતાં ગીર સોમનાથના કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે વિધાનસભામાં ટીશર્ટ પહેરીને આવ્યા હતા, જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ગૃહની બહાર નીકળી જવા કહ્યું હતું છતાં વિમલ ચુડાસમાએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, મારા મત વિસ્તારમાં હું તો આવીજ રીતે ટીશર્ટ પહેરીને ફરું છુ, ત્યારે અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાર્જન્ટો ને કહીને ગૃહની બહાર ધકેલી દેવડાવ્યા હતા, ત્યારે કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. છતાં કોઈની પણ વાત સાંભળ્યા વિના ગૃહમાં ગરિમા સચવાય તે માટે પરિધાનને લઈને અધ્યક્ષ દ્વારા ટકોર કરવામાં આવી હતી. ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસનાં એમએલએ વિમલ ચુડાસમાને 3 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવા માટે દરખાસ્ત મૂકી હતી, જેના વિરોધમાં કોંગ્રેસનાં સભ્યો દ્વારા વિરોધમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.