દિલ્હી-

વિલ કૈથાર્ટએ સોશ્યલ મીડીયાને લઇને ભારત સરકારની નવી નિયામાવલી ઉપર વાત કરતા જણાવેલ કે કંપની નવા સમાધાન સાથે આગળ આવશે. જેથી ખોટી સૂચના ઉપર અંકુશ લાગે અને એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન પ્રણાલી પણ પ્રભાવીત નહીં થાય. તેમણે વધુમાં જણાવેલ કે કોઇ પણ મેસેજના ઉદગમનો પતો લગાવવાનો વિચાર ખોટી સુચનાઓના પ્રસારના કારણે સામે આવ્યો છે. એન્ક્રીપશનને લઇને ભારતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વોટસએપે એન્ક્રીપશન ઉપર ચિંતા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે હાલમાં જ નવા આઇટી નિયમ જાહેર કરી કોઇ પણ મેસેજીંગ એપને કોઇ પણ પ્રકારના આપત્તીજનક સંદેશને પહેલીવાર મોકલનાર યુઝરની માહિતી આપવી અનિવાર્ય કરી છે.