વડોદરાની વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મહિલાદિનની ઉજવણી કરાઈ અટલાદરા બીએ૫ીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે મહિલાદિનની ઉજવણી વડોદરા ઃ આજે ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપક્રમે યજ્ઞપુરુષ સભાગૃહ બીપીપીએસ સ્વામીનારાયણ મંદિર અટલાદરા ખાતે બપોરે ર થી ૪ દરમિયાન ઉજવાયેલા મહિલાદિનમાં પ્રવર્તમાન સંજાેગો અનુસાર સામાજિક અંતર જાળવીને બેસેલા મહિલાઓને ઈંઝ્રર્રર્જી ર્ં ઝ્રરટ્ઠઙ્મઙ્મીહખ્તી એટલે કે પડકારોની પસંદગી વિષયક પ્રેરણા પીયુષનું પાન કરાવવા નાયબ કલેકટર ખ્યાતિ પટેલ, મિસિસ ઈન્ડિયા ૨૦૧૯ વિજેતા પૂજા દેસાઈ અને જાણીતા શિક્ષણવિદ્‌ તેજલ અમીન પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેઓ કઈ રીતે પડકારોને પરાજિત કરી પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તે જણાવ્યું હતું. રતી, સરસ્વતી અને અધિકારી રૂપીના ત્રિવેણીનો સંગમ કરાવવા માટે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અને બીએપીએસ સ્વામીનારાયણ મહિલા પ્રવૃત્તિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. બીઆરજી ગ્રૂપ અને મહિલા- બાળવિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાદિનની ઉજવણી વડોદરા. બીઆરજી ગ્રૂપ અને મહિલા અને બાળવિકાસ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે ડે. કલેકટર નિલોફર શેખ, ડે. ટીડીઓ સ્વેતાબેન, મહિલા પાયલોટ વડોદરાના વતની રૂપલબેન અને મહિલા અને બાળવિકાસ અધિકારી માધવી ચૌહાણ, દહેજ પ્રતિબંધક અધિકારી ફરજાના ખાન, મહિલા કલ્યાણ અધિકારી હેતલ જાેશી અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા અધિકારીની જાગૃતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઘરેલું હિંસાથી કઈ રીતે સ્ત્રીઓએ બચવું તે અંગેની માહિતુનં આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમના અનુસંધાને ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના શિક્ષકો દ્વારા ડાન્સ, નૃત્ય કરવામાં આવ્યું હતું. વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ ઈનામો અને પારિતોષિક સન્માનપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્રિવેણી સંસ્થા દ્વારા નાટય કાર્યશાળાના આયોજન સાથે મહિલાદિનની ઉજવણી વડોદરા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં શહેરની ત્રિવેણી નાટય સંસ્થાન અને બીઆરજી ગ્રૂપની ઊર્મિ સ્કૂલ સમા દ્વારા નાટય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટય કાર્યશાળામાં ૩૦ મહિલાઓ અને ૩૦ યુવાનોએ ભાગ લીધો હતો, જે વિશે માહિતી આપતાં નાટય ગુરુ પી.એસ.ચારીએ જણાવ્યું હતું કે, બંને દિવસે સાંજે ૪ વાગે નાટય શાળાની પૂર્ણાહુતિ બાદ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાદિનના સ્પેશિયલ કાર્યક્રમમાં ઊર્મિ સ્કૂલના મેનેજિંગ ડિરેકટર રાધિકા નાટક ઉપસ્થિત રહ્યાં હતાં. જે પર્ફોર્મન્સમાં શહેરની લેખિકા કલ્પના શાહ, વંદના ભટ્ટ, નીતા જાેશી, દીપ્તિ વચ્છરાજાની, કોશા રાવલ અને ઝેલમ તામ્બે દ્વારા લખવામાં આવેલી વાર્તાઓનું મંચન કરવામાં આવ્યું હતું. બે દિવસની કાર્યશાળામાં ભવાઈના વેશ વિષે પ્રફુલ્લભાઈ ભાવસાર, મહિલાઓએ કેવી રીતે તેમની સમસ્યાઓને સમજવી તે વિશે અસ્તિત્વ આર્ટ ફાઉન્ડેશના અર્પિતા ધગત અને યુવાનોએ એક્ટિંગ કેવી રીતે કરવી તે વિશે કોલબ્રેટિંગ આર્ટવર્કના ડિરેકટર વિદિશા પુરોહિતે લોકોને માહિતગાર કર્યા હતા. વડોદરા આઈસીએઆઈ ભવન ખાતે મહિલાદિનની ઉજવણી કરાઈ વડોદરા. વેસ્ટર્ન ઈન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ ઓફ ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા વડોદરા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી નિમિત્તે એનિમલ એક્ટિવિસ્ટ ભર્ગસેતુ શર્માના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાદિન નિમિત્તે અટલ સેવા સંઘ દ્વારા સફાઈસેવિકાઓને કિટનું વિતરણ કરાયું વડોદરા. આજે વિશ્વ મહિલાદિન નિમિત્તે અટલ સેવા સંઘ, આરોગ્ય ભારતીય, રામદેવ કાઠિયાવાડી સમાજ, સ્નેહ ફાઉન્ડેશન, જેએનએચએમસી, પાલિકા અને વોર્ડ નં.પ ભાજપા દ્વારા સફાઈ કામ કરતી મહિલાઓને કિટ તેમજ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થા ઉડાન દ્વારા ચાંદોદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી વડોદરા. આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વડોદરા શહેરની સામાજિક સંસ્થા ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાધા ગોહિલ દ્વારા ચાંદોદ ગામમાં પરમહિતધામમાં શાસ્ત્રી નયનભાઈ જાેશીના સહયોગથી ગામની ૩૫૦ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલાઓને માસિકધર્મમાં પડતી મુશ્કેલીઓ અને તેને લગતી સમસ્યા માટે જાણકારી આપવામાં આવી હતી. મહિલા દિન નિમિત્તે એસબીઆઈ દ્વારા ૩૫ મહિલા કર્મચારીઓનું સન્માન કરાયું વડોદરા. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એડમિન ઓફિસ વડોદરા દ્વારા એડમિન ઓફિસ ખાતે કાર્યરત ૩પ જેટલી મહિલા કર્મચારીઓ-અધિકારીઓને સન્માનિત કરવામાં આવી હતી તેમજ ડો. સ્વાતિબેન ધ્રુવ, પ્રો. હોમ સાયન્સ ફેકલ્ટી એમ.એસ.યુનિ. વડોદરા દ્વારા ઉપસ્થિત મહિલાઓને ન્યૂટ્રિશન વિશે બહુમૂલ્ય માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજેશકુમાર બેસખીયાર, ડીજીએમ વડોદરા મોડયુલ અને નીલેશ રાડિયા, મુખ્ય પ્રબંધક (ડિજિટલ બેન્કિંગ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ સંસાધન વિભાગના મુખ્ય પ્રબંધક અવધેશ રાવત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.