દિલ્હી-

રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પૂર્વે અયોધ્યા નગરી પુર્ણપણે રામમય બની ગઇ છે. યોગીજીની સરકારે અયોધ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરને ઝગમગાવી દીધું છે. અયોધ્યાની દીવાલો પર રામાયણના પ્રસંગો જીવંત થયા છે. રામચંદ્રજીના જીવન પ્રસંગોના અદ્ભુત - આબેહુબ - રંગબેરંગી ચિત્રો અયોધ્યાની દીવાલો પર શોભી રહ્યા છે. આ ચિત્રકલાની ઝલક માણો.

પ્રથમ ચિત્રમાં કૌશલ્યા માતા સાથે બાળ રામચંદ્રજી નજરે પડે છે. બીજી તસ્વીરમાં પિતાશ્રી દશરથ રાજા સાથે રામચંદ્રજી અને અન્ય ભાઇઓ દર્શાય છે. ત્રીજી તસ્વીરમાં શ્રીરામ અને લક્ષ્‍મણજી, ભરતજી, શત્રુધ્નજી બાલ્યાવસ્થામાં ખેલતા નજરે પડે છે. ચોથી તસ્વીરમાં ગુરુદેવ પાસે ધનુર્વિદ્યા ગ્રહણ કરતા રામચંદ્રજી દર્શાય છે. પાંચમી તસ્વીરમાં રાક્ષસીનો વધ કરતા શ્રીરામ પરાક્રમી મુદ્રામાં નજરે પડે છે.