22, જુન 2021
396 |
દાહોદ, પોતાની છોકરીનું અપહરણ થતાં ફતેપુરા તાલુકાના મારા ગામના ૪૮ વર્ષીય આધેડે પોક્સો એક્ટનો ગુનો દાખલ કરાવવા છોકરીના શાળા છોડ્યા બાબતના અક્ષર દાખલાની ઝેરોક્ષ નકલ કરી સદર ઝેરોક્ષ નકલ માં પોતાની જાતે જન્મ તારીખમાં સુધારો કરી સુધારો કરેલ ઝેરોક્ષ નકલ પોલીસમાં આપી ન્યાયિક કાર્યવાહીમાં ખોટા પુરાવા નો ખોટી રીતે ઉપયોગ કરતા જન્મતારીખ માટે શાળા છોડ્યા ના દાખલા ની ચકાસણી દરમિયાન પકડાઈ જતા તેની સામે ગુનો નોંધ્યા નું જાણવા મળ્યું છે. ફતેપુરા તાલુકાના મારગાળા ગામના ૪૮ વર્ષીય હિંમતભાઈ કમલા ભાઈ ભાભોરની છોકરી આશાબેન નું થોડા દિવસ અગાઉ પત્ની તરીકે રાખવા કોઈ અપહરણ કરીને લઈ ગયું હતું અને આ સંબંધી પોલીસમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ કરવા પોતાની છોકરી આશાબેન ના મારગાળા બારીયા ફળિયા પ્રાથમિક શાળા ના ધોરણ પાંચ પાસ કર્યા પછી નિશાળ છોડયા બાબતના અસલ દાખલાની ઝેરોક્ષ નકલ કરી સદર ઝેરોક્ષ નકલમાં પોતે પોતાની દીકરી આશા બેનની સાચી જન્મતારીખ ૯-૩-૨૦૦૩ હોવાનું જાણતો હોવા છતાં તેણે સદર ઝેરોક્ષ નકલ માં જન્મ તારીખ સાથે છેડછાડ કરી જન્મ તારીખમાં૯-૭-૨૦૦૩ આ મુજબનો સુધારો કરી ન્યાયિક કાર્યવાહીમાં ખોટો પુરાવો ઉભો કરી ગુનાની ફરિયાદ કરતી વખતે તેણે સુખસર પોલીસ સ્ટેશનમાં સુધારો કરેલ ઝેરોક્ષ નકલ રજૂ કરી હતી.