રાજકોટ,  રાજકોટ પોલીસ હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ થશે. હવે દરેક પળનું લાઈવ રેકોર્ડિંગ થશે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેર પોલીસને અમેરિકાની આધુનિક ટેકનોલોજીવાળા ૪૦૦ કેમેરા ફાળવાયા છે. આ કેમેરા અંગે પોલીસ જવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી.ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણ નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર અમેરિકાની ટેક્નોલોજીથી અતિ આધુનિક થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવવા આવ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ૪૦૦જેટલા કેમેરા ફાડવામાં આવ્યા છે જેમને લઈ આજથી ૫૦૦ વધુ પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારોની આજેથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં કઈ રીતે કેમેરાનો ઉપયોગ કરવો સહિતની માહિતી ટ્રેનિંગમાં આપવામાં આવશે.ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને વી.વી.આઈ. પી. બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ. પી.એસ.આઈ. સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારી ડ્યટી દરમિયાન પોતાના શોલ્ડર પર બોડી વોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારના કેમેરા છે જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે.