ગાંધીનગર

રાજ્યમાં લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. ૪૨૦૦ ગ્રેડ પે મામલે આંદોલન અને રજૂઆત બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે.

૪૨૦૦ના ગ્રેડ પેના મુદ્દે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી, જે અંતર્ગત હવે સ્થગિત કરેલા પરિપત્ર હવે રદ કરવાનો ર્નિણય લીધો છે. આ તમામ કામગીરી એક અઠવાડીયાની અંદર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. શિક્ષકોને નોકરીના વર્ષ પ્રમાણે વધારો કરવામાં આવશે.

મુખ્ય શિક્ષકની ભરતી અને પરિક્ષા બાબતે જે ર્નિણય લેવાયો તેને લઈને જે પ્રશ્નો ઉભા થયા હતા, તેમાં ૧.૯૦ લાખ પૈકી ૫થી ૧૦ હજાર જે શિક્ષકોની ભરતી ૨૦૧૦ પહેલા થઈ હતી. તેમાં સુધારાનો પરિપત્ર સરકાર દ્વારા થયો હતો.

શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરાયું હતું. ૧૬-૭-૨૦૨૦થી શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પરિપત્ર સ્થગિત કર્યો હતો. તે પછી રાજ્યમાં કોરોના મહામારીના વિપરીત સંજાેગોમાં તમામ વહિવટી તંત્ર આ કાર્યમાં લાગી ગયું છે.

શિક્ષકો આ સેવામાં જાેડાયા છે. જેથી સ્વાભાવિક આ પ્રશ્ન હાથ ઉપર લેવાયો નહોતો. બંને શિક્ષણ સંઘો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી. રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી. જૂના પરિપત્રો અને પરિક્ષા પદ્ધતિની કામગીરી નાણાવિભાગ, શિક્ષણવિભાગ અને સામાન્ય વિભાગની મીટિંગમાં ર્નિણય લેવાયો છે. શિક્ષકોના પરિપત્રો સ્થગિત કરવામાં આવ્યા છે તેને રદ કરવાની પ્રક્રિયા શિક્ષણ અને નાણા વિભાગના પરામર્શમાં લઈને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. બંને શિક્ષણ વિભાગના પ્રમુખોને આમંત્રણ આપી દિગ્વિજયસિંહ જાડેજા અને ભીખાભાઈ પટેલ અને સરદારસિંહ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા. લાંબી ચર્ચાવિચારણા બાદ તેમના પ્રશ્નોની રજૂઆતો કરી. તમામ ચર્ચા વિચારણા બાદ ગઈકાલે ર્નિણય થયા પ્રમાણે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી ૧૬-૭-૨૦૨૦થી જે ઠરાવ સ્થગિત હતો તે રદ કરાયો છે.

શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યા બાદ ૯ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પેનો લાભ મળશે. જેનો રાજ્યના ૬૫૦૦૦ શિક્ષકોને લાભ મળશે. મહત્વનું છે કે, ૪૨૦૦ ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પ્રાથમિકશાળાના શિક્ષકોને મળતો ૪૨૦૦ ગ્રેડ પે ઘટાડીને ૨૮૦૦ કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને વિરોધ શરૂ થયો હતો. ત્યારે હવે આ ૪૨૦૦ ગ્રેડ પે મામલે જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે. હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યુ હતું. ૪૨૦૦ ગ્રેડ પે મામલે વારંવાર રજૂઆતો થઈ હતી. શિક્ષણ સંઘોએ ઝ્રસ્ સમક્ષ રજૂઆતો કરી હતી. ૨૦૧૯ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. મહત્વનું છે કે, આનાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ મળશે.