છોટાઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે ધુળેટીના દિવસે ગામે-ગામ ચૂલના મેળા ભરાય છે. જેમાં કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ફાગણ સુદ-૧ના દિવસે મોટો મેળો ભરાય છે તેમજ નવાલજા, પાનવડ, મોટી આમરોલ, પાનીબાર, જેતપુરપાવી, હરવાંટ, ડુંગરવાંટ, છોટાઉદેપુર ખાતે પણ મેળા ભરાય છે. ચૂલના દિવસે મેળામાં જતાં આદિવાસી યુવાનો આખો દિવસ ઉપવાસ રાખે છે અને ચૂલના જીવતા અંગારા ઉપર ચાલવાની માનતા રાખે છે. માનતા પૂરી કરવા માટે યુવાનો જીવતા અંગારા ઉપર ચાલે છે.