10, સપ્ટેમ્બર 2025
મુંબઇ |
3564 |
આમિરખાનની સ્થૂળતાની તસવીરો વાયરલ
આમિર ખાન તાજેતરમાં એકદમ સ્થૂળ બની ગયો હોવાનું દર્શાવતી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. એક અનુમાન પ્રમાણે તેણે દાદાસાહેબ ફાળકેની બાયોપિક માટે વજન વધાર્યું છે તેવી અટકળો પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર આ વિશે ટીકા ટીપ્પણનો મારો શરૃ થયો છે. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે આમિર હવે એક સિનિયર સિટિઝન છે. ઉંમર ઉંમરનું કામ કરે. તે સદાકાળ યુવાન દેખાય તેવી અપેક્ષા રાખી શકાય નહિ.
રાજકુમાર હિરાણી દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવી રહ્યા છે. આ માટે હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. એ સમયના યુગને બતાવવા માટે વીએફએક્સ ઉપરાંત એઆઈનો મોટાપેયે ઉપયોગ કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. દાદાસાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ ગણવામાં આવે છે. તેમણે ૧૯૧૩માં ભારતની પહેલી ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી.