/
અરવલ્લી જિલ્લામાં મહિલા એલઆરડીની ભરતી નહીં કરાતાં એડી. કલેક્ટરને આવેદન

અરવલ્લી,તા.૨ 

અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આશરે ૩૩૦૦ થી વધુ લોકરક્ષક દલ ( એલ .આર.ડી) મહિલાઓની મેડિકલ તપાસો તેમજ પ્રમાણપત્રોની ખરાઈ થઈ ગઈ હોવા છતાં ભરતી નહિ કરવામાં આવતા અને તે પ્રકિયા વિલંબમાં મૂકી કોરોનાના કારણો બતાવીને ભરતી કરવામાં આવી નથી .જેના વિરોધમાં ગુરૂવારના રોજ જિલ્લામાં મહિલાઓઓ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં તેઓએ તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં એલ.આર.ડીની ૩૩૦૦ થી વધુ મહિલાઓ દ્વારા વિવિધ માગણી અને પ્રશ્નો સંદર્ભ અગાઉ ગાંધીનગરમાં બોતેર દિવસ સુધી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યુ હતું.જેના પગલે સફાળી જાગેલી રાજ્ય સરકાર દ્વારા પછી સમાધાનકારી વલણ અપનાવવામાં આવતા આંદોલન સમેટવામાં આવ્યુ હતું.સરકારે સમાધાન ફોર્મુલા પછી પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલઆરડીની પરીક્ષામાં પાસ મહિલાઓને જેતે સ્થળોએ હાજર કરવામાં ગલ્લા તલ્લા અને નક્કી કરવામાં આવેલી કોઈપણ શરતોનું પાલન ધ્યાનમાં નહીં લેતા આખરે સમગ્ર રાજ્યની સાથે સમગ્ર રાજ્યની મહિલાઓ દ્વારા આગામી પંદર જુલાઈથી ફરીથી લડતનું રણશિંગું ફુંકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આવેદનપત્ર આપતી વેળામહિલા લોક રક્ષક દળની સેજલ રાજપૂત,નિધિ પટેલ,હંસા પરમાર, શર્મિષ્ઠા પરમાર સહિત પચાસ જેટલી મહિલાઓએ જિલ્લાની મહિલાઓ દ્વારા રાજ્ય સરકાર દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ભરતી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે માટે અધિક નિવાસી કલેકટર રજનીકાંત વલવીને આવેદનપત્ર આપ્યું હતું. જો ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ નહીં કરવામાં આવે તો આગામી પંદર જુલાઈથી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામો આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution