છોટાઉદેપુર -

કુંડલ પોસ્ટ ઓફિસના સૈજામાં આવતા કુંડલ, લુણાજા, મુઢાઈ,ચેથાપુર,આંબાખુટ, વસતગઢ જેવા ગામોની ટપાલ સેવા કુંડલ પોસ્ટથી થાય છે.પરંતુ કેટલાક સમયથી લોકોને પોસ્ટ મારફતે મળતા જરૂરી દસ્તાવેજ ન મળતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા ત્યારે ગ્રામજનોને પોસ્ટ ઓફિસમાં ટપાલ સહિત અનેક દસ્તાવેજો અટવાઈ જતા ગ્રામજનો એ પોસ્ટ ઓફીસમાં ટપાલ વહેંચતા તપાલીના ઘરે તપાસ કરતા પોસ્ટ વિભાગ ની બેદરકારી સામે આવી હતી.

તપાલીની બેદરકારી અને લાપરવાહી કારણે ૧૦૦૦ થી વધારે ટપાલો જેવી કે આધારકાર્ડ, બેન્ક ચેકબુક, એટીએમ કાર્ડ, વીમા પોલિસી, આર સી બુક, કંપની કે સરકારી નોકરીના ઈન્ટવ્યું લેટર, મનીઓડર તેમજ અન્ય વિભાગોના જરૂરી લોકોના દસ્તાવેજો ટપાલ મારફતે ઘેર ઘેર પહોચાડવાને બદલે પોટલા બાંધી કચરા ટોપલીમાં મળી આવ્યા હતા. સરપંચ જણાવ્યું હતું કે ટપાલી તરીકે કામ કરતા વ્યક્તિ વયો વૃદ્ધ થઈ ગયેલ છે તેઓને આંખમાં દેખાતું પણ નથી વૃદ્ધ હોવાને કારણે તેઓ ગામમાં ફરીને ટપાલ વહેંચી શકતા નથી જે કોઈપણ દસ્તાવેજ મળ્યા છે તેઓને અમે તમામના ઘરે પહોંચાડી દીધા છે. પોસ્ટ માસ્ટર કુસ પટેલે જણાવ્યું હતું કે ટપાલી તરીકે માથુરભાઈ રાઠવા ફરજ બજાવે છે પરંતુ તેઓ એક વૃદ્ધ રિટાયર્ડ ટપાલીને પોતાના કામ માટે રાખેલ હતો અને જે કોઈ દસ્તાવેજ મળ્યા છે તે તેતમામ દસ્તાવેજ જુના ૨૦૧૬, ૨૦૧૭ ના વર્ષના છે.