/
ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત 15મા ક્રમાંકે

ગાંધીનગર-


મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ કરતાં ૫૦ ટકા ઓછું ચૂકવાય છે.


ગુજરાતમાં ઈન્ટર્ન ડૉક્ટરોએ ઓછામાં ઓછું ૨૦ ટકા સ્ટાઈપેન્ડ મેળવવા માટે સરકાર સામે હાલમા મોરચો માંડ્યો છે. ત્યારે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના ઈન્ટર્ન ડૉક્ટરોને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની રકમ ખૂબ જ ઓછી છે. દેશમાં ઈન્ટર્ન ડોક્ટરોને ચૂકવવામાં આવતાં સ્ટાઈપેન્ડમાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે છે. રાજ્યના મેડિકલ ઈન્ટર્નને મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ જેવા રાજ્યો કરતાં ૫૦ ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

ગુજરાતમાં ખૂબ ઓછા એટલે કે ૧૨ હજાર ૮૦૦ રૂપિયા સ્ટાઈપેન્ડ ઈન્ટર્ન ડક્ટરોને હાલમાં ચૂકવવામાં આવે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ ૨૦ હજાર સ્ટાઈપેન્ડ ચુકવવા પર બે વર્ષથી દરેક સરકારને નોટિસ આપી છે, કોરોના કાળમાં ઈન્ટર્ન ડોક્ટરો જ યોદ્ધા તરીકે ખડેપગે સેવા કરી ત્યારે રાજ્ય સરકારે તાકીદે સ્ટાઈપેન્ડની રકમ પાછલી અસરથી ૨૦ હજાર રૂપિયા લેખે આપવી જાેઈએ.

ગુજરાતમાં ૬ સરકારી, સોસાયટીની ૮ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજમાં ૫૫૦૦ બેઠકો છે, ગત માર્ચથી તબીબી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે મેડિકલ કોલેજાે સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચ થયા નથી, આ સ્થિતિમાં સ્મ્મ્જી, સ્ડ્ઢ, સ્જી સહિતના મેડિકલ-પેરામેડિકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવી જાેઈએ.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution