વડોદરા, તા. ૨૧

ગુજરાતી ભાષાનો વૈભવ દર્શાવતી ખલીલ ધનતેજવીની પંક્તિને યાદ કરીને માતૃભાષા દિવસે નગર પ્રાથમિક સમિતી દ્વારા પરિસંવાદ યોજીને ઉજવણી કરવામાં આવી હતી.પરિસંવાદમાં ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવીને બાળકોના વિશેષ સર્વાંગી વિકાસના કાર્યક્રમોના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધો.આઠના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ધટાડવા માટે કયા પરિબળો અવરોધ બને છે તે તારણ કાઢીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ ન મળવો , આર્થિક ભારણ અને અભ્યાસ ન કરવા માટેનું તારણ બહાર આવ્યુ હતું. જેથી વિદ્યાર્થીઓનું અસરકારક કાઉન્સીલીંગ કરીને રેશિયો ધટાડવા માટેના પગલાં લેવામાં આવશે. તે સિવાય વોકેશનલ ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવશે.