વલસાડ, વડોદરાથી એક મહિલાને વલસાડ મુકવા આવેલ દારૂડિયા ચાલકે તિથલ બીચ ના વોક વે પર હોન્ડા સીટી કાર હંકારતા સહેલાણીઓ નો જીવ અધ્ધર થયો હતો દારૂ ના નશા માં મદમસ્ત બનેલ સચિન જગન્નાથ વણજારા વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારની માધવપાર્ક સોસાયટીનો રહેવાસી છે અને ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સચિન વડોદરાથી એક મહિલાને લઇને વલસાડ આવ્યો હતો. વલસાડમાં મહિલાને તેમના સંબંધીને ત્યાં ઉતારીને સચિન રાત્રીના સમયે તિથલ બીચ પર આવ્યો હતો અને ખૂબ દારૂ પીધો હતો. દારૂના નશામાં ચૂર થઇ દારૂડિયાએ વોક વે પર કાર હંકારી લોકો ને જાેખમ માં મૂકી દીધા હતા. જેને લઇને સ્થાનિકો અને સહેલાણીઓમાં દોડધામ મચી ગઇ હતી. બનાવ અંગે તિથલ ગામ ના સરપંચ ના પતિ રાકેશ ભાઈ પટેલ ને જાણ થતાં તેવો એ લોકહીત નું વિચારી પોલીસ ને જાણ કરી હતી પોલીસ ને જાણ થતા પોલીસ તિથલ બીચ પર પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે પ્રશ્ર એ ઉઠી રહ્યો છે કે દારૂડિયા એ દારૂ પી ને પોતા નો ખેલ રમી લીધો કાર નો એક વહીલ હવા માં અધ્ધર થઈ ગયો પરંતુ સદનસીબે અકસ્માત ન થયો પરંતુ દારૂડિયા ને તિથલ માં દારૂ ક્યાં થી મળ્યું એ પણ લોકો માં ચર્ચાઈ રહ્યો છે કે પોલીસ સાવચેતી કાયમ માટે રાખે તો અકસ્માતો થી બચી શકાય.