વડોદરા, તા.૨૦

સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા આમ આદમી પાર્ટીને સીટ ગુમાવવી પડી છે. જેને પગલે આમ આદમી પાર્ટી બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૧મી સુધી વડોદરા શહેર જિલ્લાના લગભગ તમામઉમેદવારોને ખાનગી વાહનોમાં સોમનાથ લઈ ગયા હોંવાનુ જાણવા મળે છે.જાેકે, આજે વડોદરા આવેલા આપના સંયોજક કેજરીવાલે જણાવ્યુ હતુ કે,તમામ ઉમેદવારો ટ્રેનિંગ માટે સોમનાથ ગયા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી હાલોલ ખાતે રોડ માર્ગે કારમાં રવાના થયા હતા. આ પહેલા તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, આપના બધા ઉમેદવાર અમારી સાથે છે. તેમની હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૨૭ વર્ષના શાસનથી ખૂબ પરેશાન છે. કોંગ્રેસ એ વિકલ્પ નથી. લોકો આમ આદમી પાર્ટીને એક આશાના કિરણના રૂપમાં જુએ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વડોદરાની બહાર ગયા છે, તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે બધા ઉમેદવાર અમારી સાથે છે તેઓ ટ્રેનિંગ માટે સોમનાથ ગયા છે.ઉલ્લેખનિય છે કે, આવતિકાલે ફોર્મ પાછુ ખેંચવાની છેલ્લી તારીખ છે.ત્યારે કોઈ ઉમેદવાર ફોર્મ પાછોે ના ખેંચે તે માટે તમામને સોમનાથ લઈ જવાયા હોંવાનુ કહેવાય છે. આપના તમામ ઉમેદવારો આવતિકાલે સાંજે વડોદરા પાછા આવી જશે તેમ જાણવા મળે છે.