અમદાવાદ, શહેરમાં રામોલ વિસ્તારમાં દારૂના બુટલેગરોનો આંતક દિવસને દિવસે વધી રહ્યો હતો તથા સતત દારૂના અડ્ડા ઝડપાતા હતા. ત્યારે બેફામ બનેલા બુટલેગરો આખા રામોલ વિસ્તારમાં તેમની મરજી ચલાવી રહ્યા હતા. દરમિયાન થોડા દિવસ પહેલા પુષ્પમ રેસિડેન્સીમાંથી દારૂ સાથે બુટલેગર ઝડપાયો હતો. બુટલેગર દાદાગીરી કરતો હોવાથી પોલીસે તેના કાયદાનું ભાન કરાવવા માટે પોલીસની જીપ પર બેસાડીને પગના તળીયે દંડા માર્યા હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જાે કે વિડીયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.

 શહેરમાં ગેરકાયદે દારૂનો વેપલો સતત વધી રહ્યો છે. રોજ પોલીસ હજારો લીટર દારૂ ઝડપી રહી છે. ત્યારે શહેરના રામોલ વિસ્તારમાં આવેલી પુષ્પમ્‌ રેસિડેન્સીમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે દારૂ ભૂવનેશ્વર ઠાકુનો હતો. જેથી પોલીસે બુટલેગર ભુવનેશ્રને ઝડપી લીધો હતો. ત્યારે ભુવનેશ્ર પોલીસ સાથે દાદાગીરી કરી રહ્યો હતો. ત્યારબાદ તેને જીપ પર બેસાડી પોલીસે કાયદાનું ભાન કરાવવા લાઠી વડે ફટકાર્યો હતો. પોલીસની આ બેફામ કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ સામે જ તપાસ શરૂ કરવામાં આવી છે. વીડિયોમાં પોલીસ બુટલેગરને પગના તળીયે ફટકારી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. જ્યારે બુટલેર પણ માફી માંગી રહ્યો છે રોકકડ કરી રહ્યો હોવાનું તથા આસપાસ બીજા પોલીસ કર્મચારીઓ હાજર હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. પોલીસનો માર મારતો વીડિયો કોઇએ ઉપરના એંગલથી ઉતારી વાઇરલ કર્યો હોવાનું પણ જણાઇ રહ્યું છે. આ વિડીયો જાેઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આવી બહેરેમિથી મારમારનાર પોલીસ કર્મચારી સામે તપાસના આદેશ પણ આપ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.