હાલોલ

ઘોઘંબા તાલુકાના ગામોમાં ૧૦-૧૫ દિવસથી સતત હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાઇ જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખૂંખાર દીપડાને પાંજરે પુરવામાં ફોરેસ્ટર જયેશ દુમાડીયાની રણનીતિ કામ આવી હોવાની ગામલોકોમાં ચર્ચા થઇ રહી છે.ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જંગલને અડીને આવેલ ગોયાસુંડલ,કાંટા વેડા,જાંબુવાણીયા,કાંટુ જેવાં નાનાં મોટાં આઠથી નવ જેટલા ગામોમાં માનવભક્ષી દીપડાએ છેલ્લા ૧૦-૧૫ દિવસથી નાનાં મોટાં બાળકો સહિત ગાય, બકરાં જેવાં પાલતું પ્રાણીઓ પર અવારનવાર હુમલો કરતો માનવભક્ષી દીપડો આખરે તા.૨૨મીના રોજ  સ્થાનિક વન વિભાગ ટીમ દ્વારા ગોયા સુંડલ ગામના જંગલ વિસ્તારમાં તળાવ નજીક મુકવામાં આવેલા પાંજરામાં સાંજના સમયે પુરા ઇ જતા વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મીઓમાં જીવમાં જીવ આવ્યો હતો. ઝડપાયેલા દીપડાને ધોબી કુવા સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે .