આણંદ, તા.૩ 

આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે. આજે નવા ૯ પોઝિટિવ કેસો આવ્યા છે. આણંદ શહેરમાં જ ૫ કેસ આવતાં ફફડાટ ફેલાયો છે. જ્યારે કરમસદ, બોરસદ, ખંભાત અને હાડગુડમાં એકએક પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે.સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર આવેલા શ્રી હરિ કોમ્પ્લેક્સમાં બે પોઝિટિવ કેસો આવતાં સમગ્ર કોમ્પ્લેક્સને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝેન જાહેર કરવામાં આળ્યો છે. આજે શહેરમાં પોઝિટિવ આવેલાં કેસોમાં જિટોડિયા રોડ ઉપર આવેલી કૃતિપાર્ક સોસાયટીમાં મહિલા, અમૂલ ડેરી રોડ ઉપર આવેલાં શ્રી હરિ કોમ્પ્લેક્સમાં રહેતાં વૃદ્ધા અને એક આધેડ, સો ફૂટના રોડ ઉપર આવેલી રાધાસ્વામી સોસાયટીમાં રહેતા મહિલા અને હાડગુડમાં રહેતા વૃદ્ધનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે ખંભાતની દેવની પોળમાં રહેતાં વૃદ્ધ, બોરસદના વાસદ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતાં મહિલા અને કરમસદની નારાયણ સોસાયટીમાં રહેતાં યુવકનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આરોગ્ય, પોલીસ અને નગરપાલિકાની ટીમોએ આ તમામ વિસ્તારોને ડિસઇન્ફેક્ટ કર્યાં હતાં. દર્દીના નજીકના લોકોને હોમ ક્વોરન્ટીન કરી દીધાં હતાં. આરોગ્યની ટીમે ડોર ટુ ડોર સરવે હાથ ધર્યો હતો. તંત્ર દ્વારા આ તમામ જગ્યાઓને પણ કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરાયાં હતાં.