રાજપીપળા, તા.૩૦

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત ૧૦/૧૨/૨૦૨૧ ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા હતા.ડિગ્રી સર્ટિફિકેટ વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનુ બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.નર્મદા એલ.સી.બી ને એ કેસની તપાસ સોંપાઈ હતી.તપાસ દરમીયાન એલ.સી.બી એ આંતરરાજ્ય ફેક ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

નર્મદા એલ.સી.બી દિલ્હીથી આ કૌભાંડની મુખ્ય મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.નર્મદા ડીએસપી ડો.હિમકરસિંહે આ કેસની તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી હતી.આ ફેક ડિગ્રી કૌભાંડમાં નર્મદા પોલીસને સફળતા મળી છે, નર્મદા પોલીસે દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની ધરપકડ બાદ વધુ ૫ આરોપીઓની ધરપકડ કરી છે.

નર્મદા જીલ્લાની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમેં દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બેક ડેટમાં બનાવનાર મુખ્ય સુત્રધાર તેમજ એજન્ટોને ટૂંક સમયમાં જ ઝડપી પાડવાની સાથે સાથે આ કૌભાંડમાં દેશ ભરમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

આ કેસની મુખ્ય મહિલા આરોપીની તપાસ દરમ્યાન તેઓની સાથે અલગ અલગ કુલ ૧૯ એજન્ટો તેમજ ૧૫ વેન્ડરો હોવાનું બહાર આવ્યું હતું.જેમાં ગુજરાત રાજ્યના ૦૯ એજન્ટો સંકળાયેલા છે.આરોપીઓ દ્વારા અલગ અલગ રાજ્યોમાં આવેલ યુનિવર્સિટી/બોર્ડના બેકડેટના અસલ લાગતી માર્કશીંટ તેમજ અલગ-અલગ ડીગ્રી સર્ટીફિકેટની ફિજીકલ અને ડીઝીટલ કોપીઓ બનાવી વિદ્યાર્થીઓને ડીલીવર કરી ઓનલાઇન વેરીફીકેશ કરાવતા હતા.નર્મદા જીલ્લાની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમેં ચોક્કસ લોકેશન આધારે અલગ-અલગ ટીમો બનાવી બીજા વધુ ૫ આરોપીઓને ઝડપી પાડયા છે.

અગાઉ પકડાયેલા ૩ આરોપીઓ

(૧) બેઉલા નંદ ઉર્દુ શ્રેયાસીગ રેવબીસી નંદ હાલ રહે. ૪-એ, નંબર ૧૪ રાજાપુરી રોડ ઉત્તમનગર, નવી દિલ્હીનાની રાજાપુરી રોડ ઉત્તમ નગર (૨) વરૂણકુમાર શ્રીરામ પ્રસાદ ઉ.વ.૨૯ રહે.સેકટર ૪૪ નોયડા ઉત્તરપ્રદેશ રાજ્ય મુળ રહે જીયાન જી,સિવાન બીહાર રાજ્ય(૩) પ્રણવ અશ્વિનભાઇ જાની, રહે ૪ સ્પીંગ ફિલ્ડ રોઉસ જજ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર અમદાવાદ

હાલમાં પકડાયેલા વધુ ૫ આરોપીઓ

(૧) અરણવ ઉમાશંકર ગુપ્તા ઉ.વ.૩૦ રહે. સી.૪-૪૧ રોયલ ઇન્ટરસીટી ડ્રાઇવિંગ રોડ અમદાવાદ(૨) ભાર્ગવ દેવેન્દ્રભારતી ગૌસ્વામી ઉવ.૩૦ રહે.સૌરીન બંગ્લોઝ કામરેજ ચાર રસ્તા સુરત(૩) દિપેશભાઈ જયેશભાઈ બારોટ ઉ.વ.૪૧ રહે.૪૦૨ સત્યમ સ્ટેટસ કલોલ, તા.કલોલ જી.ગાંધીનગર,(૪) રોહીતકુમાર જયંતિલાલ પટેલ ઉ.વ.૩૬ રહે.૧૮ આનંદપાર્ક સોસાયટી, ટી.બી.રોડ મહેસાણા તા. જી.મહેસાણા(૫) રૂષીકેશ વિનાયકભાઈ પુરોહિત ઉ.વ.૨૯ રહે.એ-૧૩૪ રેશકોર્ષ સોસાયટી, રામેશ્વર ટેમ્પલ નજીક સુભાનપુરા વડોદરા