ગાંધીનગર, ગુજરાતમાં બીએએમએસ અને હોમિયોપેથીના ડોકટરો દ્વારા ઈંજેકશન આપવાના મામલે અવારનવાર વિવાદો ઊભા થાય છે. ત્યારે આજે સુરતમાં એક નવા જ પ્રકારનો વિવાદ ઊભો થયેલો જાેવા મળ્યો છે. જેમાં માત્ર પાંચ ધોરણ ભણેલા ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીને ચડાવતી બોટલમાં રેમડેસિવિરનું ઈંજેકશન શીશીમાંથી ભરીને સેલેન (બોટલ)માં ચડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જાે કે આ વીડિયો વરાળ થયા બાદ ધારાસભ્ય ઝાલાવાડિયાએ ડોકટર ઉપર દોષનો ટોપલો ઢોલ્યો હતો અને એવો બચાવ કર્યો હતો કે, તેમણે ડોકટરના કહેવાથી આ ઈંજેકશન તૈયાર કર્યું હતું. એટલું જ નહિ, તેમણે કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા.

કોરોનાની મહામારીમાં ગુજરાતનાં દરેક ધારાસભ્ય દ્વારા પોતપોતાના વિસ્તારમાં કોવિડ સેન્ટર ઊભા કરાયા છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં શરૂ કરાયેલા કોવિડ સેન્ટરમાં સ્થાનિક કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયા દ્વારા દર્દીના ઇન્જેક્શનની તૈયારી કરતા હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના કારણે એક નવો વિવાદ ઊભો થયો છે. કોરોનાની મહામારી વચ્ચે પોતાના વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા દરેક ધારાસભ્ય દ્વારા પોતાના કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ પણ કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. ધારાસભ્ય ઝાલાવાડિયા પોતાના કોવિડ સેન્ટરમાં દર્દીને ઇન્જેક્શન આપવા માટેની તૈયારી કરતા હોય તેવા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા વાયરલ થયા છે, જેના કારણે તેઓ વિવાદમાં સપડાયા છે. ઝાલાવાડિયાએ પોતાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના વિસ્તારમાં છેલ્લા ૪૦ દિવસથી કોવિડ સેન્ટર ચલાવે છે, અને અત્યાર સુધીમાં આ કોવિડ સેન્ટર દ્વારા ૨૦૦ વ્યક્તિઓને કોરોનાથી સાજા કર્યા છે. આ જે વીડિયો સામે આવ્યો છે,